Western Times News

Gujarati News

યુરીક એસીડને ઓછું કરવામાં પણ ખુબજ ફાયદાકારક છે ધાણાનું પાણી

ઉનાળામાં ધાણાના પાણીનું સેવન કરો, લાભ થશે

કોથમીર સ્વાસ્થ્યલ માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો તેનો ઉપયોગ દરેક શાકભાજીનો સ્વાદ વધારવા માટે કરે છે. જો તમે આ પાણી રોજ પીવો છો તો તમે તમારા શરીરમાં પણ અદભૂત ફાયદાઓ જોઈ શકો છો. ભારતના પ્રખ્યયાત ન્યુટ્રીશન એકસપર્ટ નીખીલ વત્સે કહયું કે દરરોજ ધાણાનું પાણી પીવાથી રોગપતિકારક શકિત વધે છે.

યુરીક એસીડઃ તે શરીરમાં યુરીક એસીડને ઓછું કરવામાં પણ ખુબજ ફાયદાકારક છે. તમારે દરરોજ ખાલી પેટે ધાણાના પાણીનું સેવન કરવું જોઈએ. શરીરમાંથી ઝેર અને યુરીક એસીડને દુર કરવામાં મદદ કરે છે. તમે શાક કે રાયતા કે શાકનો સ્વાદ વધારવા માટે પણ તેનું સેવન કરી શકો છો. લોકો રાંધ્યા પછી કોથમીરનો ઉપયોગ કરે છે અને તેને ઉપર ઉમેરે છે. Foods That Can Reduce Uric Acid And A Tried-And-Tested Home Remedy To Avoid Gout Pain

વજનઃ જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે અને તે સમજી શકતા નથી કે તેમનું પેટ અને વજન કેવી રીતે ઓછું કરવું. તો તમારે દરરોજ સવારે ખાલા પેટે કોથમીરનું પાણી પીવું જોઈએ, તે પીવાથી ધાણા પ્રકારની બીમારીઓ દુર થઈ જશે તમારા શરીરને ફીટ રાખવા માટે આ તમારા માટે ખુબ જ જજરૂરી છે. કોથમીરનું પાણી તમારા શરીરમાં ડીટોકસ વોટર જેવું કામ કરે છે.

લૂ અને ગરમીઃ ઉનાળામાં કોથમીરનું પાણી અવશ્ય પીવું જોઈએ. તે તમને શરીરમાંથી બધી ગંદકી દુર કરવામાં અને શરીરને તાજગી અને ઠંડક આપવામાં પણ ઘણી મદદ કરે છે. જો તમે હીટસ્ટ્રોક અને ગરમીથી બચવા માંગતા હોય તો તમારે દરરોજ ધાણા પાણીનું સેવન કરવું જોઈોએ. પેટની સમસ્યાઓ કોથમીર એટલે કે, ધાણાને ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે. પેટની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમારે તેનું સેવન કરવું જોઈએ. પેટમાં એસીડીટીનું સ્તર વધતું અટકાવે છે.

8 Surprising Health Benefits of Coriander

Coriander is a fragrant, antioxidant-rich herb that has many culinary uses and health benefits. It can help lower your blood sugars, fight infections, and promote heart, brain, skin, and digestive health.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.