કોરોમંડલ ઇન્ટરનેશનલે શંકરસુબ્રમણ્યનને MD અને CEO તરીકે નિયુક્ત કર્યાં
રાષ્ટ્રીય, 07 ઓગસ્ટ, 2024: કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ (સીઆઇએલ)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના ન્યુટ્રિઅન્ટ બિઝનેસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ શંકરસુબ્રમણ્યનની 07 ઓગસ્ટ, 2024થી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે. Coromandel International elevates Mr S Sankarasubramanian as MD & CEO.
શંકરસુબ્રમણ્યન બહોળો અનુભવ ધરાવે છે તથા ચીફ ફાઇનાન્સ ઓફિસર અને બિઝનેસ હેડ તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ છે તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના સદસ્ય છે. તેમણે વર્ષ 2009માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ (એએમપી) પૂર્ણ કર્યો હતો.
મુરુગપ્પા સમૂહ સાથે તેઓ વર્ષ 1993થી જોડાયેલા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઇ.આઇ.ડી. પેરી (ઇન્ડિયા) લિમિટેડમાં કોર્પોરેટ ફાઇનાન્સમાં શરૂ કરી હતી, જ્યાં તેમણે વિવિધ ભૂમિકામાં પ્રગતિ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2003માં કોરોમંડલ ઇન્ટરનેશનલ સાથે જોડાયા હતાં.
ન્યુટ્રિઅન્ટ સેગમેન્ટના બિઝનેસ હેડ તરીકેના તેમના કાર્યકાળમાં કોરોમંડલે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરી છે અને નફાકારકતા વધી છે તથા નેનો ટેક્નોલોજી અને ડ્રોન સ્પ્રેઇંગ સર્વિસિસ સહિતની નવી પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા ઉપરાંત માઇનિંગ કામગીરીમાં પ્રવેશ કર્યો છે. તેઓ કંપનીની કેટલીક પેટા કંપનીઓની સાથે-સાથે ફર્ટિલાઇઝર એસોસિયેશન ઓફ ઇન્ડિયા, ટ્યુનિશિયન ઇન્ડિયન ફર્ટિલાઇઝર એસ.એ., ટ્યુનિશિયા અને ફોસ્કોર (પ્રાઇવેટ) લિમિટેડ, સાઉથ આફ્રિકાના બોર્ડમાં પણ કાર્યરત છે.