કોરોનાના ૨૦,૦૩૮ નવા કેસ,૪૭ લોકોના મોત
નવીદિલ્હી, દેશમાં કોરોનાના નવા કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૨૦ હજાર ૩૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૪૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. જાે કે, આ સમય દરમિયાન ૧૬ હજાર ૯૯૪ લોકો આ ચેપથી સાજા થયા છે.
કોરોનાના આજના નવા કેસ આવ્યા બાદ હવે દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧ લાખ ૩૯ હજાર ૭૯ થઈ ગઈ છે. જ્યારે દૈનિક હકારાત્મકતા દર વધીને ૪.૪૪ ટકા થયો છે.
આ પહેલા ગુરુવારે કોરોનાના ૨૦,૧૩૯ નવા કેસ નોંધાયા હતા. નોંધપાત્ર રીતે, ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ૨૦ લાખ, ૨૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ૩૦ લાખ અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૪૦ લાખથી વધુ થઈ ગઈ હતી.
ચેપના કુલ કેસ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ૬૦ લાખ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ૮૦ લાખ અને ૨૦ નવેમ્બરના રોજ ૯૦ લાખને વટાવી ગયા હતા.HS1MS