ગુજરાતમાં આંશિકા ઘટાડા બાદ ફરી કોરોના વાયરસના કેસ વધ્યા
ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં સતત બે દિવસ ઘટાડો થયો હતો, તો આજે ૫ જુલાઈએ ફરીથી નવા કેસોમાં આંશિક વધારો થયો છે. રાજ્યમાં ૩૦ જૂને ૫૪૭ નવા કેસ, ૧ જુલાઈએ ૬૩૨ કેસ, ૨ જુલાઈએ ૫૮૦ નવા કેસ, ૩ જુલાઈએ નવા કેસ ઘટીને ૪૫૬ અને ૪ જુલાઈએ નવા ૪૧૯ કેસ નોંધાયા હતા. ત્યારે આજે ૫ જુલાઈએ રાજ્યમાં નવા ૫૭૨ કેસ નોંધાયા છે. આ સાથે ૪૮૯ દર્દીઓ સાજા પણ થયા છે.
રાજ્યમાં નોંધાયેલા ૫૭૨ કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં ૨૪૯, સુરત શહેરમાં ૮૨, વડોદરા શહેરમાં ૪૧, ભાવનગર શહેરમાં ૨૨, રાજકોટ શહેરમાં ૨૧, જામનગર શહેરમાં ૧૩ અને ગાંધીનગર શહેરમાં ૯ કેસ નોંધાયા છે.
અન્ય જિલ્લાઓના કેસ જાેઈએ તો, વલસાડમાં ૧૮, નવસારીમાં ૧૬, કચ્છ અને સુરતમાં ૧૨-૧૨, મોરબીમાં ૯, અમદાવાદ, ભરુચ અને પાટણમાં ૮-૮ કેસ, ગાંધીનગર, મહેસાણામાં ૭-૭ કેસ, રાજકોટમાં ૫ કેસ, આણંદ અને ખેડામાં ૪-૪, અમરેલી અને પોરબંદરમાં ૩-૩, બનાસકાંઠા, ગીરસોમનાથ અને તાપીમાં ૨-૨ કેસ, જામનગર, જૂનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે ૫ જુલાઈએ કોરોનાથી મુક્ત થઇને ૪૮૯ દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨,૨૦,૧૪૬ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને ૩૫૯૫ થયા છે, જેમાં ૧ દર્દી વેન્ટિલેટર પર છે, જયારે ૩૫૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ નથી થયું. કોરોનાથી કુલ મોતનો આંક ૧૦,૯૪૮ છે.HS1KP