Western Times News

Gujarati News

ચીનમાં કોરોનાનો કહેર, હોસ્પિટલમાં બેડ, દવા અને આઈસીયૂની ભારે કમી

બેઈજિંગ, કોરોના વાયરસથી ચીનમાં દરરોજ ૫૦૦૦થી વધારે લોકો જીવ ખોઈ રહ્યા છે. રાજધાની બેઈઝીંગ સહિત દેશના અન્ય પ્રાંતમાં કોવિડ સંક્રમણના કેસો વધી રહ્યા છે. ચીનમાં કોરોનાથી હાલત એટલી ખરાબ થઈ ચુકી છે કે, હોસ્પિટલમાં બેડ, દવા અને આઈસીયૂની ભારે કમી સર્જાઈ છે, જ્યારે શ્મશાન ઘાટ પર પણ ભારે ભીડ થઈ છે. દેશમાં કોવિડના ડરની વચ્ચે અંતિમ સંસ્કાર સ્થળ પર વધુ ચારના મોતના સમાચાર આવ્યા છે.

જ્યારે લાશોના અંતિમ સંસ્કારમાં મદદ કરનારા કાર્યકર્તા પહેલાથી કોવિડથી સંક્રમિત થઈ ચુક્યા છે.આવનારા મહિનામાં ચીનમાં ૮૦ કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે અને દસ લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. ચીની માનવાધિકાર કાર્યકર્તા જેનિપર જેંગ, જે ટિ્‌વટર પર ચાલી રહેલા કોવિડ આંતક વિશેની પોસ્ટ કરી રહ્યા છે. તેમણે ફ્યૂનરલ હોમમાંથી એક વીડિયો શેર કર્યો. જેમાં ચાર લાશો પડી છે.

તેમણે આગળ કહ્યું છે કે, લાશને સંભાળી રહેલા કર્મચારી પર કોરોનાથી ચપેટમાં આવી ગયા છે. જાે કે, મજૂરો કામ કરી રહ્યા છે. આ ચીન દ્વારા ચોંગકિંગમાં કોવિડ ૧૯ના લક્ષણોવાળા લોકોને સામાન્ય રીતથી કામ કરવાની મંજૂરી આપ્યા બાદ થયું છે. કેમ કે દેશમાં પહેલી વાર વાયરસ સાથે જીવવાની કોશિશ થઈ રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી મોટા પ્રકોપથી ઝઝૂમી રહેલો ચીન દરરોજ ૧૦ લાખ કોવિડ સંક્રમિત અને વાયરસથી થતા ૫૦૦૦ મોતનો સામનો કરવો પડી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.