Western Times News

Gujarati News

ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે

નવીદિલ્હી, ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

દેશભરમાં H3N2 ઇન્ફ્લૂએંજા સાથે જ કોવિડ-૧૯ ના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આંકડા અનુસાર દેશભરમાંથી ગત ૨૪ કલાકમાં ૯૧૮ કેસ નોંધાયા છે. તબીબી નિષ્ણાતોની ચિંતા પણ વધી રહી છે. ફરી એકવાર લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોએ પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.

રાજધાની દિલ્હીમાં ૨૪ કલાકની અંદર કોવિડના ૭૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે, પોઝિટીવીટી રેટ વધીને ૩.૯૫ ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એક તરફ દિલ્હીમાં ૐ૩દ્ગ૨ એન્ટિવાયરસની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે.

બીજી તરફ, કોરોનાની સકારાત્મકતા દર ૩.૫૨ ટકા હતો, જ્યારે શુક્રવારે તે ૩.૧૩ ટકા હતો. મહારાષ્ટ્રમાં રવિવારે ૨૩૬ નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં ૫૨ કેસ નોંધાયા છે, આ સિવાય મુંબઈના થાણેમાં ૩૩ નવા કેસ, મુંબઈ સર્કલમાં ૧૦૯, પુણેમાં ૬૯, નાસિકમાં ૨૧ અને કોલ્હાપુર અને અકોલામાં ૧૩-૧૩ નવા કેસ સામે આવ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૯૧૮ નવા કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસનો આંકડો ૬૩૫૦ પર પહોંચી ગયો છે.

અને પોઝિટીવીટી રેટ વધીને ૨.૮% થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૯૨.૦૩ કરોડ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૨૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાંથી ૪૭૯ દર્દીઓ સાજા થયા છે.

રવિવારે ૧૨૯ દિવસ બાદ ૧ દિવસમાં ૧૦૦૦થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધીને ૫૯૧૫ થઈ ગયા છે, જ્યારે ૩ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.