વિજ્ઞાનીઓને કોરોનાના કારણે હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાવાનો ડર

(એજન્સી)ટોકીયો, કોરોના વાયરસના પાપે વિશ્વમાં જાણે કે હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાઈ હોય તેટલી હદે હૃદય બંધ પડી જવાના કિસ્સા વધી શકે છે. તેવી ચેતવણી જાપાનના વિજ્ઞાનીઓએ આપી છે.
જાપાનની સંશોધન સંસ્થા રીકેનના વિજ્ઞાનીઓએ આપેલી ચેતવણી અનુસાર કોવીડના એક પછી એક વેરીએન્ટ સામે આવી રહયા છે. ભવીષ્યમાં એવી કેટલીય બીમારીઓ જોવા મળશે કે હાલની બીમારીઓ એવા કેટલાંય સ્વરૂપે જોવા મળશે જેની આપણે હાલ કલ્પના કરી શકતા નથી. તેમણે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં હાર્ટ ફેઇલ્યોરના કિસ્સા એક મહામારીના પ્રમાણ જેટલા વધી શકે છે. તેમણે દાવો કર્યો છે કે મનુષ્યનો કોષોમાં કોરોના વાયરસ જે એસીઈ ટુનનામા રીસેપ્ટર સાથે ચોટે છે. એ રીસેપ્ટર હૃદયમાં બહુ કોમન હોય છે.
તેમના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં કોવીડના ચેપ લાગ્યો હોય તેવા કેટલાય લોકોના હૃદય હાલ પુરી ક્ષમતાથી કામ કરી રહયાં નથી. જોકે, તેની પાછળનું કારણ હજુ અજ્ઞાત જ રહયું છે. ભવીષ્યમાં કદાચ એવા કેટલાય કિસ્સા જોવા મળશે જયારે લોકોના હૃદય ટપોટપ બંધ પડી જતા જોવા મળે. તેમના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડની મહામારીના કારણે બહુ પરીસ્થિતી બદલાઈ ચુકી છે.
એસએસઆરએ સીઓવીટ તરીકે ઓળખાવાયેલા કોવીડના વાયરસના કારણે ભવીષ્યમાં હાર્ટ ફેઈલ્યોરનું જોખમ અનેકગણી ઝડપે વધી શકે છે. કોવિડના ચેપ અને હાર્ટ ફેઈલ્યોરને સંબંધ હોઈ શકે છે. જોકે, તેને લગતી પાકી સાબીતી હજુ મળી નથી. જો આવનારા સમયમાં તત્કાળ નિદાન નહી કરવામાં આવે તો આ એક વૈશ્વીકી આરોગ્ય જોખમ બની શકે છે. તેમ આ રીપોર્ટમાં જણાવાયું છે.
વિશ્વમાં છેલ્લા કેટલાક દિવસોથી જે એનતવ નામના નવા વેરીએન્ટના કેસો જોવા મળ્યા છે. વિશેષજ્ઞનોના દાવા અનુસાર તેને પગલે એ લોકોમાં ભવીષ્યમાં હૃદયની તકલીફ વધી શકે છે.
રીકેનના સંશોધન ટીમના વડા હિદેતોશી માસુમોતોએ કહયું હતું કે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના હૃદયમાં વાયરસને ચેપ લાગવાનું પ્રમાણ વધી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સા એક મહામારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પરીક્ષણ પ્રણાલી તથા ઉપચાર પદ્ધતિ નિશ્ચિત કરી દેવાની જરૂર છે.