કોરોનાની ઉત્પત્તિ ચીનની લેબોરેટરીમાં થઈઃ યુએસ
નવી દિલ્હી, વિશ્વમાં કોરોનાનો પ્રકોપથી કોઈ અજાણ હશે નહિ લગભગ ૨ વર્ષ સુધી આ મહામારીએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લીધા હતા. આ મહામારીનો સામનો કરવા ઘણા દેશ કેટલાક અંશે સફળ રહ્યા કારણકે તે દેશો કોરોના રસી બનાવવા સફળ રહ્યા હતા. વિશ્વભરની તપાસ એજન્સીઓ કોરોનાની ઉત્પત્તિ માટે ચીનને જવાબદાર માને છે. કેટલી એજન્સીનો દાવો છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવવામાં આવ્યો હતો.
જાેકે આ આરોપોને ચીન સતત નકારી રહ્યું છે. ચીનના જણાવ્યા પ્રમાણે આ વાયરસ તેમની લેબમાં નથી બન્યો, પરંતુ બહારથી આવ્યો છે. જાે કે, ઘણી તપાસ એજન્સીઓએ આ વાતના ઘણા પુરાવા રજૂ કર્યા, જેના કારણે સમગ્ર શંકા ચીન તરફ જ જાય છે. અમેરિકાના ઉર્જા વિભાગે કોરોનાને લઈને એક નવો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગે કહ્યું છે કે, કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની લેબોરેટરીમાંથી થઈ હોવાની પૂરે પૂરી સંભાવના છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઊર્જા વિભાગના તારણો નવી અંગત જાણકારીઓના પરિણામ છે અને એજન્સી પાસે નોંધપાત્ર વૈજ્ઞાનિક કુશળતા પણ છે.
અહેવાલ અનુસાર, ઉર્જા વિભાગ વાયરસની ઉત્પત્તિ વિશે શરુમાં નિશ્ચિત કરી શકતો ન હતો. જાે કે, નેશનલ ઇન્ટેલિજન્સ એવરિલ હેન્સની ઓફિસના ડિરેક્ટર દ્વારા ૨૦૨૧નો દસ્તાવેજ દર્શાવે છે કે કેવી રીતે ગુપ્તચર વિવિધ ભાગો રોગચાળાની ઉત્પત્તિ વિશે જુદા જુદા નિષ્કર્ષ પર કામ કરે છે. અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસ સંભવતઃ ચીનનીલેબોરેટરીમાં થયેલા અકસ્માતથી ફેલાયો હતો. અગાઉ પણ એફબીઆઈએ તારણ કાઢ્યું હતું કે, ૨૦૨૧ માં ચીનમાં લેબોરેટરી લીકને કારણે કોરોના વાયરસ મહામારીની ઉત્પત્તિ થઇ હશે.
ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯ ના અંતમાં કોરોનાવાયરસની પ્રથમ પુષ્ટિ થઈ હતી. ત્યારથી, ચીનને કોરોનાના મૂળ માટે શંકાની નજરે જાેવામાં આવે છે. ચીન ઉપર ભૂતકાળમાં પણ આવા પ્રયોગો કર્યાનો આરોપ લાગતો રહ્યો છે. ચીને દર વખતે આ આરોપોને નકારી દીધા છે. ચીન કહે છે કે વાયરસ બહારથી આવ્યો છે અથવા પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. જાેકે, આ વાતની પુષ્ટિ થઈ નથી. SS2.PG