કોવિડ 19ની અસર ટૂંકા ગાળા માટે રહેશે, લાંબા ગાળાના કેશ ફ્લો પર અસર નહીં પડે
યુટીઆઇ એએમસીના (UTI Mutual Fund) ફન્ડ મેનેજર અંકિત અગરવાલે (Ankit Agarwal) જણાવ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં છેલ્લાં પાંચ મહિનામાં પોર્ટફોલિયો અને વ્યૂહમાં કરવામાં આવેલા ફેરફાર એ માન્યતાને આધારે કરવામાં આવ્યા છે કે કોવિડ 19 (Covid-19 Panademic) મહામારીની અસર ટુંકા સમયગાળા માટે રહેશે અને તેનાથી લાંબા ગાળાના રોકડપ્રવાહ પર કોઇ અસર નહીં થાય. તેથી, મહામારીની અસરની ટુંકા ગાળાની ચિંતાના સંદર્ભમાં પોર્ટફોલિયોમાં કોઇ મહત્વપૂર્ણ ફેરફાર નથી.
જોકે, ઊંચું ઋણ ધરાવતી કંપનીઓની બેલેન્સ શીટ જોખમ હોવાથી નજીકના ગાળામાં મુશ્કેલી ઊભી થઇ શકે, જે પોર્ટફોલિયો માટે વધુ નુકસાનકારક છે. શ્રી અગરવાલે નજીકના ગાળામાં મૂડી ન ઊભી કરી શકે તેવા ઊંચું ઋણ ધરાવતા બિઝનેસમાંથી નીકળી જવાનું પસંદ કર્યું છે. પણ સારી બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓ વર્તમાન નરમાઇમાં મજબૂત ઊભરી શકે તેમ છે, જેમાં નબળી કંપનીઓ બજાર છોડી રહી છે અને મોટી કંપનીઓ પોતાનો બજારહિસ્સો મજબૂત કરી રહી છે.
તેથી, ફન્ડ મેનેજર બાર્બેલ સ્ટ્રેટેજીને અનુસરે છે, જ્યાં તે પ્રમાણમાં સારા બિઝનેસના શેરો ધરાવે છે, જેને કોવિડ પછીના સમયમાં સર્જાનારી સાનુકુળ સ્થિતિનો લાભ થશે. આ સ્ટ્રેટેજીમાં નજીકના ગાળામાં નકારાત્મક અસર થઇ હોય તેવા ક્ષેત્રો (ટ્રાવેલ, કન્ઝ્યુમર ડિસ્ક્રશનરી, ઓટો વગેરે)ની સારું સંચાલન ધરાવતી કંપનીઓ, જેની બેલેન્સ શીટ સારી છે અને આગામી સમગાળામાં વૃધ્ધિ માટેનો પુરો અવકાશ છે તેમાં રોકાણ વધારવામાં આવશે.
શ્રી અગરવાલ માને છે કે વર્તમાન મંદીમાં પુરવઠો ખોરવાઇ જવાથી જેને લાભ થશે તેવા બિઝનેસમાં રોકાણ કરવાનો આ સારો સમય છે કારણ કે આ બિઝનેસમાં સામાન્ય અર્નિંગ કરતાં વેલ્યુએશનમાં કરેક્શન આવ્યું છે. કોઇ પણ સંજોગો હોય, મિડ-કેપ્સને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં જોવા જોઇએ. રોકાણકારે મિડ-કેપ્સમાં ત્રણથી પાંચ વર્ષના ગાળા માટે જ તેમાં રોકાણ કરવું જોઇએ. આ સેગમેન્ટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે, જેમાં રોકાણકારે ટૂંકા સમયમાં તેજીથી બહુ હરખાવું ન જોઇએ અને ભારે મંદીથી દુઃખી પણ ન થવું જોઇએ.
બજારની અફરાતફરીમાં પણ શાંત હોય અને વૃધ્ધિ માટેનો માર્ગ મોકળો હોય તથા મુડીની સારી રીતે ફાળવણી થતી હોય તેવા બિઝનેસમાં રોકાણ કરવામાં યાવે તો લાંબે ગાળે IRRs કમાવાની આશા રાખી શકાય. આમ, વેલ્યુએશન્સ વધ્યા છે પણ નજીકના ગાળામાં વોલેટિલિટી વધવાની સંભાવના છે. જોકે, બજારને ક્યારેય કોઇ કળી શક્યું નથી. તેથી, હાલના બજારમાં એસઆઇપી પ્રકારનો અભિગમ જાળવીને ઉચ્ચક રોકાણ કરવા મોટા ઘટાડાની રાહ જોવામાં જ શાણપણ છે.
શ્રી અગરવાલ એવી કંપનીઓ પર પસંદગી ઉતારે છે જેણે હેલ્થકેર ક્ષેત્રનાં સ્થાનિક ઊભરતા બજારોમાંથી વૃદ્ધિ મેળવી છે. વધુમાં, તેઓ હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રમાં તકો જુએ છે. કોવિડ-19 એ ટ્રેન્ડને બળ આપશે જેને બધાં બજારમાં જોઇ રહ્યા છે.