Western Times News

Gujarati News

બ્રાઝીલની 21.26 કરોડની વસ્તી સામે એક દિવસમાં 1.65 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ

બ્રાઝિલમાં છેલ્લા એક દિવસમાં 1.65 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ સામે આવ્યા છે. આ દરમિયાન 238 લોકોના મૃત્યુ થયા છે. આ સ્થિતિ કેટલી ભયાનક છે તેવો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્રાઝીલની વસ્તી માત્ર 21.26 કરોડ છે તે લગભગ ભારતના ઉત્તરપ્રદેશ રાજય જેટલું છે. Corona’s havoc is increasing, more than 1.65 lakh cases registered in a day in Brazil, 364 people died in 24 hours in Mexico

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં ઓમિક્રોન સ્વરૂપને કારણે સંક્રમણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. બ્રાઝિલમાં કોવિડ મહામારીની શરૂઆતથી અત્યારસુધી લગભગ 2.4 કરોડ લોકો સંક્રમીત થયા છે. 6,22,801 લોકોની મૃત્યુ થઈ છે.

દેશમાં લગભગ 14.85 કરોડ એટલે કે 70 ટકા લોકોને બીજો ડોઝ અપાવ્યો છે.80 ટકા વસ્તીએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. જયારે 19.4 ટકા વસ્તીએ બૂસ્ટર ડોઝ લીધો છે. કોરોનાના કારણે વિશ્વપ્રસિદ્ધ રિયો કાનિર્વલ પણ રદ કરવામાં આવ્યો છે.

રિયોના મેયરે બંન્ને શહેરોમાં લીગઓફ સામ્બા સ્કૂલ અને અન્ય હિત ધારકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ દરમીયાન આ નિર્ણય લીધો હતો.જો કે અધિકારીઓનું કહેવું છે કે જો રોગચાળાની સ્થિતિમાં સુધારો થશે તો એપ્રિલ મહિનામાં કાર્નિવલનું આયોજન કરવામાં આવી શકે છે. રશિયામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ મળી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.