કોર્પોરેટ્સના રીટર્ન ફાઈલ કરવા માટેની મુદત 15 નવેમ્બર સુધી વધારવામાં આવી
જે કરદાતાને ઓડીટેડ રીટર્ન ફાઈલ કરવાના હોય તેમને પણ રાહત
(એજન્સી)વડોદરા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકિસસ દ્વારા કોર્પોરેટસ કંપનીઓ માટેના ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કરવાની મુદત ૧પ દિવસ વધારવામાં આવી છે. ૩૧મી ઓકટોબરના બદલે હવે કોર્પોરેટસ તેમના રીટર્ન ૧પમી નવેમ્બર સુધી ફાઈલ કરી શકશે. આ મુદતનોદ વધારો જે કરદાતાને ઓડીટેડ રીટર્ન ફાઈલ કરવાના હોય છે. તેમને પણ લાગુ પડશે. સીબીડીટીની આ જાહેરાતને શહેરના કોર્પોરેટજગતે આવકાર આપ્યો છે.
સીબીડીટીએ ઈન્કમટેક્ષ એકટની કલમ ૧૧૯ હેઠળ મળેલી સત્તા હેઠળ જે વ્યકિતગત કરદાતાઓ અને બીઝનેસને ઓડીટેડ હિસાબો સાથે રીટર્ન ફાઈલ કરવાનું હોય તેમના માટે આકારણી વર્ષ ર૦ર૪-રપ ના રીટર્ન ફાઈલ કરવાની મુદત ૩૧મી ઓકટોબરથી વધારીને ૧પમી નવેમ્બર કરી હોવાની જાહેરાત સોશીયલ મીડીયા દ્વારા કરી છે. જયારે વ્યકિગત કરદાતાઓ કે જેમણે ૩૧મી જુલાઈ સુધીમાં તેમના રીટર્ન ફાઈલ કરી દીધા છે. તેઓ પણ ૩૧મી ડીસેમ્બર સુધી તેમના રીટર્ન સુધારી શકશે.
જે કરદાતાઓએ રીટર્ન ફાઈલ કર્યા નથી તેઓ પણ જો રીટર્ન ફાઈલ કરવા માગતા હોય તો ૩૧મી ડીસેમ્બર સુધીમાંપેનલ્ટી સાથે ફાઈલ કરી શકશે. ઉલ્લેખનીય છેકે દિવાળીના તહેવારો વખતે જ કરદાતાઓ અને કરવેરા સલાહકારો વ્યસ્ત હોય ત્યારે ૩૧મી ઓકટોબરની સમય મર્યાદાને વધારવા માટે રજુઆતો થઈ હતી. આ રજુઆતને માન્ય રાખવામાં આવી છે.
કરવેરા સલાહકારો દિવાળીનો આનંદ મેળવીને કોર્પોરેટર્સ જગતના રીટર્ન સમય મર્યાદા વધતા છેલ્લી ઘડીની દોડધામના બદલે શાંતીથી ફાઈલ કરી શકશે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને કરાયેલી આ જાહેરાત યોગ્ય છે. તથા ઈન્કમટેક્ષ વિભાગ અને કરદાતાઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ વધુ મજબુત થશે તેવી પણ લાગણી વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ કરદાતાઓને પણ તેમના હિસાબોની સમીક્ષા કરીને સંભવીત પેનલ્ટી લાગતી બચાવી શકશે.