Western Times News

Gujarati News

ગેરકાયદેસર ઘરની બહાર ઓટલાં બાંધ્યા હશે તો તોડશે કોર્પોરેશન

પ્રતિકાત્મક

ગોમતીપુર વોર્ડમાં ટીપી રોડ પરના ૪૦ ઓટલા સહિતનાં દબાણો હટાવાયાં-મણિનગરમાં ૨૬ રહેણાંક પ્રકારના ગેરકાયદે બાંધકામ તોડીને ટીપી રોડ ખુલ્લો કરાયો

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામો સામે ચાલતી ઝુંબેશ હેઠળ તેને સતત દૂર કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ પ્લોટમાંના ગેરકાયદે બાંધકામો કહો કે પછી ટીપી રોડનાં કે ખાનગી ગેરકાયદે બાંધકામો કહો, તેના પર તંત્ર હથોડા ઝીંકી રહ્યું છે. દરમિયાન, શહેરના દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં તંત્રએ ટીપી રોડ પરનાં દબાણોને દૂર કરીને તેને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. સત્તાવાળાઓની આ કામગીરી નિહાળવા માટે લોકોનાં ટોળેટોળાં એકઠા થઈ ગયાં હતા.

મણિનગરમાં ઈશ્વરનગર કેનાલ રોડ પર થયેલા ઓરડી અને ઝૂંપડા પ્રકારનાં કાચા-પાકા દબાણો ઉબાં થઈ ગયાં હતા. ટીપી રોડનાં અમલીકરણ અંતર્ગત તેને ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે એસ્ટેટ અને ટીડીઓ વિભાગ આવાં બાંદકામો પર ત્રાટક્યું હતું અને ૨૬૩૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવતાં રહેણાક પ્રકારનાં ૨૬ ગેરકાયદે બાંધકામ તેમજ અન્ય દબાણો જેસીબી, દબાણ ગાડી અને ખાનગી મજૂરોની મદદથી તોડી પાડવામાં આવ્યાં હતાં. સત્તાધીશોએ આ કામગીરી બાદ ૧૫૦૦ રનિંગ મીટર ટીપી રોડ ખુલ્લો કર્યાે હતો.

જ્યારે વટવામાં ટીપી સ્કીમ નં. ૩૪ (અસલાલી),ના ફાઈનલ પ્લોટ નં. ૪૫ કે જે મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ છે. તેમાં ઓરરડી અને ઝૂંપડા પ્રકારનાં પાંચ કાચા-પાકાં દબાણઓ ઊભાં થઈ ગયા હ તા. તંંત્રએ જેસીબી, દબાણ ગાડી અને ખાનગી મજૂરોની મદદથી આ દબાણો દૂર કરીને રિઝર્વ પ્લોટ ખુલ્લો કર્યાે હતો.
જ્યારે દાણીલીમડામાં ટીપી સ્કીમ નં. ૩૭ (દાણીલીમડા), ફાઈનલ પ્લોટ નં. ૨૪ કે જે સ્નાનાગરના હેતુ માટે રિઝર્વ છે, તેમાં થયેલા દબાણોને પણ સત્તાવાળાઓએ દૂર કરી રિઝર્વ પ્લોટ ખુલ્લો કર્યાે હતો. તંત્રએ આશરે ૯૮૦ ચોરસ મીટરના પ્લોટને ખુલ્લો કર્યાે હતો.

શહેરના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તાથી સુંદરમનગર સુધીના ૧૮.૩૦ મીટરના ટીપી રોડ પર થયેલા આશરે ૪૦ ઓટલા, બે ટોઈલેટ વગેરે દબાણોને એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા જેસીબી, બ્રોકર, ખાનગી મજૂરો અને દબાણ વાન દ્વારા અમલવારી કરી તોડી નંખાયા હતા.
જ્યારે અમરાઈવાડી વોર્ડમાં કેવલકાંટા ચાર રસ્તાની ગોળાઈમાં પાંચ કાચા-પાકા શેડ, એક ચબૂતરો, બે સીડી અને એક આરસીસી રેમ્પનું દબાણ ઉભું કરાયું હતું. આ દબાણોને પણ સત્તાધીશોએ જેસીબી, બ્રેકર, દબાણ વાન અને ખાનગી મજૂરોની મદદથી અમલવારી કરી તોડી પાડ્યા હતા.

આ ઉપરાંત નિકોલના એસપી રિંગ રોડ પર આવેલા ટોરેન્ટ પાવર હાઉસની બાજુમાંથી પસાર થતો તથા ફાઈનલ ટીપી સ્કીમ નં. ૧૧૦ (નિકોલ-કઠવાડ) તથા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૧૧૭ (કઠવાડા)માં સમાવેશ ધરાવતા ૩૬ મીટરના ટીપી રોડ અંતર્ગત અંદાજે ૧૫૦૦ મીટરના ટીપી રોડના અડચણરૂપ દબાણોને દૂર કરી આ રોડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પૂર્વ ઝોનમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં ટ્રાફિકને નડતરરૂપ પાંચ વાહનોને તાળાં મારીને રૂ. ૨૫૦૦, અમરાઈવાડીમાં પાંચ વાહનોને તાળાં મારીને રૂ. ૧૨૦૦, નિકોલમાં છ વાહનોને તાળાં મારીને રૂ. ૨૦૦૦, ઓઢવમાં ચાર વાહનોને તાળાં મારીને રૂ. ૧૨૦૦, વસ્ત્રાલમાં આઠ વાહનોને તાળાં મારીને રૂ. ૧૬૦૦, વિરાટનગરમાં છ વાહનોને તાળાં મારીને રૂ. ૧૨૦૦, ગોમતીપુરમાં ત્રણ વાહનોને તાળાં મારીને રૂ. ૧૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ સમગ્ર પૂર્વ ઝોનમાં કુલ ૩૩ વાહનોને તાળાં મારીને તંત્રએ કસૂરવાર ચાલકો પાસેથી કુલ ૧૧૨૦૦નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.