Western Times News

Gujarati News

ડ્રોન ટ્રાફિકના નિયંત્રણ માટે તમામ જિલ્લામાં કોરિડોર બનાવાય છે

પ્રતિકાત્મક

દહેરાદૂન, રાજ્યમાં ડ્રોન ટેક્નોલોજીના અવનવા પ્રયોગો સાથે રાજ્ય સરકાર તેના માટે માર્ગો પણ બનાવી રહી છે. ડ્રોન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે તમામ જિલ્લામાં કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. હવાઈ સેવાની તર્જ પર આ એવા રૂટ હશે. જેનાથી સરકારી અને ખાનગી ડ્રોન ઉડાન ભરી શકશે. વાસ્તવમાં, ડ્રોનના ભાવિ ઉપયોગને ધ્યાનમાં રાખીને, તેના માટે માર્ગ તૈયાર કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (આઈટીડીએ)એ આ માટે ડ્રોન કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આઈટીડીએના ડાયરેક્ટર અમિત સિન્હાનું કહેવું છે કે, તમામ જિલ્લામાં ડ્રોન ઓપરેશન માટે જે કોરિડોર બનાવવામાં આવશે, તેને એકસાથે જાેડવામાં આવશે. આ પછી, રાજ્યમાં ડ્રોન માટે સમર્પિત રૂટ્‌સનું સંપૂર્ણ નેટવર્ક તૈયાર થઈ જશે. નિયમોનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રોન કોરિડોર બનાવવા પાછળનો એક ઉદ્દેશ્ય એ છે કે, તે એવા રૂટ બનાવશે કે જેનાથી હવાઈ સેવાઓ ખોરવાઈ ન જાય. તે જ સમયે, સરહદી વિસ્તારો હોવાના કારણે તમામ પ્રતિબંધિત વિસ્તારોમાં સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. હાલમાં, ઉત્તરકાશીથી દૂન અથવા રાજ્યમાં અન્ય સ્થળોએ ડ્રોન ઓપરેશન માટે કોઈ સમર્પિત કોરિડોર નથી. જેના કારણે, ઘણા ડ્રોનને લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે. જેના કારણે સમય અને ડ્રોનની બેટરી પણ જલ્દી ખતમ થવાનો ભય રહે છે.

તેથી, ડ્રોન કોરિડોર એવી રીતે બનાવવામાં આવશે કે, ફ્લાઇટનો સમય ઘટાડવા ઉપરાંત, તેની બેટરી લાંબા અંતરની ફ્લાઇટમાં પણ મદદ કરશે. ડ્રોનના ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા વિકાસને જાેતા સરકાર ટૂંક સમયમાં ડ્રોન પોલિસી લાવવા જઈ રહી છે. આઈટીડીએએ તેનો ડ્રાફ્ટ સરકારને મોકલી આપ્યો છે. આ અંતર્ગત ડ્રોન ઓપરેશનથી લઈને ડ્રોનની ખરીદી સુધીની તમામ જાેગવાઈઓ કરવામાં આવશે. ટૂંક સમયમાં આ પોલિસી કેબિનેટમાં આવવાની આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.