Western Times News

Gujarati News

ભ્રષ્ટાચારના મામલા ગુજરાતમાં વધ્યાઃ 349 ભ્રષ્ટાચારી ACBના હાથે ઝડપાયા

૧૯૮ લાંચિયા બાબુ સહિત ૩૪૯ ભ્રષ્ટાચારી પકડાયા: ર૦ર૪માં ACBએ લાંચના ર૩૧ કેસ કર્યા

(એજન્સી)અમદાવાદ, રાજય સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા એસીબીની કમાન કડક અધિકારીને સોપ્યા બાદ લાંચીયા બાબુ પકડાવાની સંખ્યામાં વધારો થયો છે. ર૦ર૩ની સરખામણીએ ર૦ર૪માં આંંકડા જોતા ભ્રષ્ટાચાર સાથે લાંચીયા બાબુની સંખ્યા વધ્યાનું સ્પષ્ટ થયું છે. ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે રાજય સરકારે કાયદામાં સુધારા સાથે વધુ કડક જોગવાઈ લાવવી પડે તેમ હોવાનેં અધિકારીઓની માની રહયા છે.

ભ્રષ્ટાચારના આંકડાની વાત કરીએ ર૦ર૪માં ૩૧ કેસ સાથે ૧૯૮ લાંચીયા બાબુ સહીત ૩૪૯ ભ્રષ્ટાચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ગૃહવિભાગના કર્મચારીઓને ર૦ર૪માં પણ પોતાનો જ રેકોર્ડ તોડી લાંચના મામલે પહેલો નંબર જાળવી રાખ્યો સાથે અમદાવાદમાં લાંચના સૌથી વધુ ર૯ કેસ દાખલ થયા છે. એસીબી એન્ટી કરપ્શન બ્યુરુએ ર૦ર૪માં રાજયમાં ટ્રેપના ૧૮૬, ડીકોયના ર૩,ડી.એ.ના ૧ર અને સત્તાનો દુરુપયોગના દસ કેસ મળીને ભ્રષ્ટાચારના કુલ ર૩૧ કેસ કર્યા છે.

જેમાં કુલ ૩૪૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૧૯૮ લાંચીયા બાબુઓનો સમાવેશ થાય છે.એસીબીની ટ્રેપમાં સૌથી વધુ વર્ગ-૩ના ૧૩૬ કર્મચારી અને સૌથી ઓછા વર્ગ-૪ ના કર્મચારી લાંચના મામલામાં પકડાયા છે. ર૦ર૩ની સરખામણીએ લાંચના ર૬ કેસ વધ્યા તેમજ ૬૬ આરોપી વધુ પકડાયાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે. આમ ભ્રષ્ટાચારના મામલા રાજયમાં સતત વધી રહયા છે.

સીનીયર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજય સરકારે લાંચના કેસમાં સજાની જોગવાઈઓ કડક કરવા ઉપરાંત લાંચમાં પકડાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ થયા બાદ મળતા પગાર ધોરણ પર વધુ કાપ મુકવાની જરૂર છે. લાંચ કેસમાં પકડાયા બાદ સસ્પેન્ડ થયેલા કર્મચારીઓને મુળ પગારમાં પ૦થી૬૦ ટકા જેટલો પગાર મળતો હોવાથી તેઓને કોઈ અસર થતી નથી.

સસ્પેનશન દરમ્યયાન આ અધિકારીર-કર્મચારી સાઈડમાં વેપાર કે ખાનગી નોકરી કરી સરળતા અનુભવે છે. એસીબીએ ર૦ર૩માં લાંચના ર૦પ કેસ કર્યા તેમજ ર૮૩ લોકોની ધરપકડ કરી જેમાં ૧૦૮ ખાનગી વ્યકિતઓની સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.