Western Times News

Gujarati News

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને સ્વીકારવા કોસ્ટારિકા સંમત

સેન જોસ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારત અને મધ્ય એશિયાના ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને સ્વીકારવા કોસ્ટારિકાએ સંમતિ આપી છે.

૨૦૦ ઇમિગ્રન્ટ્‌સનું પ્રથમ જૂથ બુધવારે કોમર્શિયલ ફ્લાઇટમાં જુઆન સાંતામારિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. આમ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ઇમિગ્રન્ટ્‌સ માટે કોસ્ટારિકા એક સેતુનું કામ કરશે. આ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને કોસ્ટ રિકાથી તેમના સંબંધિત દેશોમાં મોકલવામાં આવશે.

કોસ્ટારિકાના પ્રમુખ રોડ્રિગો ચાવેસ રોબલ્સના કાર્યાલયે એક નિવેદનમાં જણાવાયું હતું કે કોસ્ટારિકા ભારત અને મધ્ય એશિયાના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને પરત મોકલવામાં એક સેતુ તરીકે સેવા માટે માટે સંમત થયું છે. કોસ્ટારિકાની સરકાર ૨૦૦ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને તેમના દેશમાં પરત મોકલવામાં અમેરિકા સાથે સહયોગ કરવા સંમત થયું છે.

આ લોકો મધ્ય એશિયા અને ભારતીય મૂળ છે. આમાંથી કેટલાં લોકો ભારતના છે તેની સ્પષ્ટતા કરાઈ ન હતી. આ લોકોને કોસ્ટારિકામાંથી તેમના મૂળ દેશમાં મોકલવામાં આવશે.ઇમિગ્રન્ટ્‌સને તેમના મૂળ દેશોમાં મોકલતા પહેલા આ મધ્ય અમેરિકન રાષ્ટ્રમાં માઇગ્રન્ટ કેર ફેસિલિટીમાં રાખવામાં આવશે.

યુ.એસ. દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ દેશનિકાલ અભિયાન પર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન દેખરેખ રાખશે.અમેરિકામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાતના થોડા દિવસો પછી આ હિલચાલ જોવા મળી છે. મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇમિગ્રેશન સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દા પર મંત્રણા કરી હતી.

અમેરિકાએ અત્યાર સુધી ત્રણ તબક્કામાં કુલ ૩૩૨ ભારતીયોનો દેશનિકાલ કર્યાે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. સોમવારે કડકડતી ઠંડી વચ્ચે અમેરિકાના કેટલાક ભાગોમાં લોકોએ ટ્રમ્પ અને તેમની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શનો કર્યા હતા. લોકોએ ‘નો કિંગ ઓન પ્રેસિડેન્ટ ડે’ના નારા પણ લગાવ્યા હતા.

એટલું જ નહીં, પ્રદર્શનકારીઓએ ટ્રમ્પના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ બિલના વિરોધમાં એરિઝોના સ્ટેટ હાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.