બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલા થયા
બોટાદ, માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ તલની આજે ૧૦૫ મણ આવક થઈ હતી, જેના ભાવ મણદીઠ સૌથી નીચા ભાવ ૨,૬૮૦ રૂપિયા નોંધાયા હતા, જયારે સાથી ઉંચા ભાવ ૩,૧૭૫ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ગત છેલ્લા દિવસોમાં મણ ભાવ ૨,૮૮૫ રૂપિયા નોંધાયા હતા.
છેલ્લા બે દિવસમાં સરેરાશ ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ ૪૬,૭૪૦ મણ આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણનો સૌથી નીચો ભાવ ૧,૧૦૦ રૂપિયા નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ ૧,૪૬૨ રૂપિયા નોંધાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઉંચો અને આવકના પ્રમાણમાં વધુ હોય છે.
છેલ્લા ત્રણ દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડએ સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે.
માર્કેટિંગ યાર્ડમાં ચણાની ૯૫ Âક્વન્ટલ આવક થઈ હતી. એક મણના સૌથી નીચા ભાવ ૧૦૦૦ રૂપિયા સુધી રહ્યા હતા અને એક મણના સૌથી ઊંચા ભાવ ૧,૫૪૫ રૂપિયા સુધી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચણાની ૫૦થી ૬૦ ક્વિન્ટલ આવક નોંધાતી હતી, જ્યારે આજરોજ ૯૫ ક્વિન્ટલ આવક નોંધાતા ચણાની એકંદરે આવકમાં તેજી જોવા મળી હતી.
છેલ્લા દિવસે ચણાનો પ્રતિ મણદીઠ ભાવ ૧,૧૩૩ રૂપિયા નોંધાયો હતો, જ્યારે છેલ્લા બે દિવસમાં આજે ચણામાં પ્રતિમણ દીઠ ૪૧૨ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની ૨૧ ક્વિન્ટલની આવક થઈ હતી, એક મણના નીચા ભાવ ૨,૬૮૦ રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ ૩,૧૭૫ રૂપિયા સુધી રહ્યા હતા.
યાર્ડના છેલ્લા દિવસે રૂપિયા ૨,૮૮૫ ભાવ નોંધાયો હતો, જ્યારે આજરોજ ૩,૧૭૫ ભાવ નોંધાતા ૨૫૦થી ૩૦૦ રૂપિયાનો પ્રતિ મણ સફેદ તલના ભાવમાં વધારો નોંધાયો હતો.
માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંની ૯૬ Âક્વન્ટલ આવક થઈ હતી તેના પ્રતિમણ દીઠ સૌથી નીચા ભાવ ૪૩૧ રૂપિયા રહ્યા હતા જયારે સૌથી ઉંચા ભાવ ૬૩૨ રૂપિયા રહ્યા હતા. આજે બાજરાની ૧૫૦ મણ આવક થઈ હતી, જેના પ્રતિ મણ ભાવ ૪૫૩ થી ૫૩૧ નોંધાયા હતા.SS1MS