ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા
મહેસાણા, ઉત્તર ગુજરાતમાં આવેલી ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ,તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. તેવામાં ૧૯ ડિસેમ્બરે મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં થોડી તેજી જાેવા મળી છે.
યાર્ડમાં કપાસની ૩૮૦૦ મણ આવક થઈ હતી. જેનો નીચો ભાવ ૧૨૦૫ અને ઊંચો ભાવ ૧,૪૪૮ પ્રતિ મણ નોંધાયો હતો. આજે કપાસના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જાેવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની મબલખ આવક થતી હોય છે.
યાર્ડમાં કપાસની લગભગ ૩૮૦૦ મણની આવક નોંધાઈ હતી. જેનો નીચો ભાવ ૧૨૦૫ તેમજ ઊંચો ભાવ ૧, ૪૪૮ પ્રતિ મણ નોંધાયો હતો. નવી આવકની સાથે કપાસના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ પાકમાં નુકસાની જાેવા મળી હતી.
છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે અને તેના ભાવમાં પણ ૭૦ થી ૧૦૦ રૂપિયા જેટલો ઘટાડો જાેવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે.
આજે ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની ૧૫૭ બોરીની આવક થઈ હતી.જેનો ખેડૂતોને ૧૧૬૧ રૂપિયાથી લઈને ૧,૧૭૨ રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં ૫૦ નો ઘટાડો જાેવા મળ્યો છે. ઉનાવા માર્કેટ યાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી.
માર્કેટ યાર્ડમાં કપાસની , ૩૮૦૦ મણની આવક નોંધાઇ હતી.કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે હાલ કપાસના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. SS1SS