Western Times News

Gujarati News

કફ એક એવી સમસ્યા છે જે…

વધુ ચાલવા થી, દોડવાથી, બોલવાથી શ્વાસ ચડે તે તો આરામ કરવાથી કે શરીર મન ને શાંતિ આપવાથી મટી જાય. પણ ધૂળ- ધુમાડા થી કે શરદી- કફ થી શ્વાસ ચડે ત્યારે, દમ નું દર્દ થાય ત્યારેપ..અત્યારે પૃથ્વી ઉપર વિશેસ કરીને આપણા દેશ માં હવા નું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, વર્ષ માં ૫ લાખ થી અધિક લોકો મૃત્યુ પામે છે.

તો પછી શરદી, ખાંસી, છીંક, શ્વાસ, ક્ષય, ફેફસા ના રોગો, હૃદય ના રોગો નું પ્રમાણ કેટલી હદે વધુ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કારણ કે આ બધા જ પ્રદુષણ જન્ય રોગો છે. અને દિવસે ને દિવસે આ સ્થિતિ વધુ ખરાબ દિલ્હી જેવી સર્વત્ર થઈ રહી છે. તેથી પ્રત્યેક વ્યક્તિ એ આ સૃષ્ટિ તરફ ભક્તિ ની દ્રષ્ટિ થી વધુ વૃક્ષો નો ઉછેર કરવા પ્રયત્ન કરવો જાેઈએ. અને પોતાના સ્વાસ્થ્ય માટે વહેલા ઉઠીને ઓછા નામે અડધો કલાક પ્રાણાયામ કરવા જાેઈએ.

જીવન જીવવા માટે સૌથી વિશેસ શાની અગત્યતા છે ? તો સૌ જવાબ આપશે કે, હવા, પાણી અને ખોરાક. જૈન ધર્મ માં અઠ્ઠઈ માં ૮ દિવસ ખોરાક વિના રહી શકાય છે, ભીમ એકાદશી ના દિવસે પાણી વિના રહી શકાય છે અને પ્રાણાયામ માં કેટલીક મિનીટ હવા વિના પણ રહી શકાય છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

એનો અર્થ એમ કે આ ત્રણે ય વિના જીવી શકાય છે પણ આપણા ઋષિ એમ કહેછે કે સ્વાધ્યાય- ભક્તિ ની જીવન માં આવશ્યકતા હવા કરતાં ય વધુ છે. શ્વાસ રોગ માટે અહી દર્દ ની દવા કહેવી યોગ્ય નથી કારણકે દોષ, દુષ્ય, ઋતુ, પ્રકૃતિ, અગ્નિ, દર્દ અને દર્દી નું બળ, ઉમરપ આ બધીજ બાબતો જાેયા પછી જ પાક્કું નિદાન અને સાચ્ચી દવા અભ્યાસુ વૈદ્ય કરી શકે. છતાં પણ આયુર્વેદ આપણો છે,

આપણી આસપાસ ની વનસ્પતિ માં સમાયેલો છે, રસોડા માં દરરોજ આપણી સાથે ભળી ગયેલો છે, તેથી તેને સમજીએ અને ઈમરજન્સી માં તેનો ઉપયોગ જાણીએ તો દર્દી ને વૈદ્ય પાસે લઈ જઈએ ત્યાં સુધી દર્દ ને કાબુ માં રાખી શકાય અને દર્દ નું બળ ઓછું હોય તો દર્દ દૂર પણ થઈ જાય.

સૌ પ્રથમ તલ ના તેલ માં સિંધાલુણ કે નમક ચપટી નાખી ગરમ કરી ને છાતી ઉપર માલીસ કરવું. તેનાથી જેમ પર્વતીય ક્ષેત્ર માં વૃક્ષો ઉપર જામી ગયેલો બરફ સૂર્ય ના કિરણો થી પીગળે છે તેમ માલીસ ને સેક થી ફેફસા ના બધાજ સ્રોતસ ખુલ્લા થાય છે અને ફેફસાં ને બળ મળે છે ને અડધું દર્દ તો ત્યાં જ મટતું જણાય છે.

 

ગરમ- ગરમ પાણી પીવાથી, કાળા મરી ને મધ સાથે ચાટવાથી, હળદર ની સાથે અજમો ને ગોળ ખાવાથી તાત્કાલિક રાહત થઈ જાય. હળદર ને ગાય ના ઘી માં શેકી, એલાયચી, કાળા મરી, તજ, સાકર સાથે ખાવાથી કહેવાતી એલર્જી ની ખાંસી, શ્વાસ માં લાભ થશે.

તલ, ઘઉં નો લોટ, અડદ નો લોટ ને તેલ કે ઘી મેળવી ને ગરમ કરી ને કપડા ની પોટલી માં બાંધી ને હળવો સેક છાતી ઉપર કરવો અથવા ખમી શકાય તેવા ગરમ દૂધ ની ધાર છાતી ઉપર કરવી તેથી પણ સેક થશે ને કફ છૂટે , ફેફસા ને બળ મળે. કફ કાઢવા માટે દર્દી ની પાસે હળદર, જવ નું ચૂર્ણ, તજ કે એરંડા ના મૂળ ના ચૂર્ણ ને ઘી સાથે મિશ્ર કરી ને ધુમાડો કરવામાં આવે કે તેનો નાસ આપવામાં આવે તો તત્કાલ રાહત થાય છે.

આદુ, લસણ, કાળા મરી, ગાય નું ઘી કે તલ ના તેલ થી બનાવેલ ગરમ – ગરમ મગ ની દાળ પીવી. સૌને સરળતા થી પ્રાપ્ય અને સૌને ઉપયોગી તેવો ચ્યવનપ્રાશ દરરોજ સવારે એક થી બે ચમચી ખાઈ ને ફરી ભૂખ ના લાગે ત્યાં સુધી કઈ જ ખાવું નહિ. તેનાથી રોગ પ્રતિકારક બળ વધે છે.આમળા, જીરુ અને ભોયરીગણી નો ઉકાળો પીવાથી શ્વાસ મા તત્કાળ રાહત થાયછે

કફ એક એવી સમસ્યા છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે. કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.

એ વાત ઘણી સામાન્ય છે કે ગળાના કફથી છુટકારો મેળવવા માટે અને કફ વાળી ઉધરસ દુર કરવા માટે લોકો એલોપેથી દવા અને સીરપ પીવાનું શરુ કરે છે. પણ એની જગ્યાએ તમે દેશી અને આયુર્વેદિક ઉપચાર અજમાવીને પણ સરળ રીતે કફને દુર કરી શકો છો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ગળા અને છાતીમાં જમા થયેલો કફ કેવી રીતે કાઢી શકાય.

જાે થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી. પણ જયારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રહે કે જાે તમને કફમાં લોહીના કોઈ અંશ દેખાય, તો તરત જ ડોક્ટર પાસે જઈ તપાસ કરાવો. જેથી તમે કોઈ પણ ગંભીર બીમારીથી બચી શકો.આવો કફ જામવાના કારણ જણાવી દઈએ. ધુમ્રપાન વધારે કરવું. શરીરમાં કોઈ વાયરલ ઇન્ફેકશન થવું. સાઈનસનો રોગ થયો હોય તો. સર્દી ઉધરસ અને ફ્લુને કારણે.

આ છે છાતી જામેલા કફના લક્ષણ ઃ જયારે પણ શ્વાસ લેઈએ ત્યારે અને ઉધરસ આવે ત્યારે ઘરઘરાહટનો અવાજ આવવો. કફને કારણે ગળામાં ખરાશ રહે છે. કફ વાળી ઉધરસ થવી. છાતીમાં જકડાવી અને છાતીમાં દુઃખાવો થવો. સતત છીંકો આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી કફ દુર કરવામાં ઘરેલું ઉપાય અને

આયુર્વેદિક ઉપચાર ઃ જાે તમે કફથી છુટકારો મેળવવા માંગો છો, તો એનો માટે સૌથી સારો ઉપાય એ છે તેને શરીરની બહાર કાઢી નાખવો. કારણ કે કફ ગળી જવાથી તે પાછો શરીરમાં જતો રહે છે અને વહેતા નાકને સ્વસ્થ રાખવામાં તકલીફ વધી શકે છે.

આવો જાણીએ કફ કાઢવાના ઘરેલું ઉપાય. એના માટે બે કપ પાણી લઈએ એમાં ૩૦ મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.

તેમજ બીજાે ઉપાય એ છે કે લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટી.બી.ના રોગમાં પણ તેમને રાહત મળે છે. જાે નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.

પાણી ગરમ કરને એમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એ પાણી પી જાવ. આ ઉપાયથી તમારું ગળું સાફ થશે. કારણ કે લીંબુ કફને કાપવાનું કામ કરશે અને મધથી ગળાને આરામ મળશે. મિત્રો જણાવી દઈએ કે કફ દુર કરવાંનો આયુર્વેદિક રામબાણ ઉપાય પણ છે. જાે તમારા ગળામાં કફ, ઉધરસ, ચાંદા (છાલા), ખરાશ, બળતરા, દુઃખાવો, ટોન્સિલ અને ગળાની કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખો, અને થોડા સમય માટે ચુપ બેસો. જેવો તે રસ ગળાની નીચે ઉતરશે તકલીફ ઓછી થવા લાગશે.

નાના બાળકોને જયારે ટોન્સિલ્સનો દુઃખાવો થાય છે, તો આ ઉપચાર જરૂર અપનાવજાે. ગળાના રોગના ઉપચાર માટે તે અચૂક દવા છે. નાના બાળકોની કફનો ઉપચાર કરવા માટે થોડી ડુંગળીનો રસ લો અને તેમાં થોડી ખાંડ નાખીને બાળકને પીવડાવો. આવો હવે કફ વાળી ઉધરસના ઉપચાર માટેના ઘરેલું ઉપાય જાણીએ

ઃજાે તમને કફ વાળી ઉધરસ થાય ત્યારે વારંવાર ઉધરસ ખાતા છતાં પણ કફ બહાર નથી નીકળી શકતો, અને જયાં સુધી તમારી છાતી અને ગળાનો કફ બહાર નથી નીકળી શકતો ત્યાં સુધી ઉધરસ થતી રહે છે. તો એના માટે બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ ૫ ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો

જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. ૨ થી ૩ દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખો થવા લાગશે.
છાતી, ગળા અને નાકમાંથી કફ કાઢવા માટે બાફ જરૂર લો.

કફને મટાડવાનો આ ઉપાય ઘણો સરળ અને ફાયદાકારક છે. બીજાે એક ઉપાય એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેના કોગળા કરો. દિવસમાં બે થી ત્રણ વાર ઉપાય કરવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ બહાર નીકળે છે. શરીરમાં કફ બનવાથી રોકવા માટે તમે ડેરી પ્રોડક્ટ્‌સનું સેવન ન કરો. જેમ કે ચીઝ, દૂધ, દહીં અને આઈસ્ક્રીમ. તેના સિવાય વધુ તળેલું ખાવાનું પણ ન ખાઓ. તથા ધુમ્રપાન ન કરો. કારણ કે ધુમાડો શરીરમાં કફને વધારે છે, અને શરીરને જલ્દી સારું કરવાની ક્ષમતાને ઓછી કરે છે. મસાલેદાર ખાવાનું નાકના કફને તોડે છે, અને તેને સરળતાથી વહેવા દે છે. 02022023PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.