અદાણીએ પીએનજી અને સીએનજીમાં કરેલો ભાવ વધારો
પીએનજીમાં રૂ.ર અને સીએનજીમાં રૂ.૧ નો ભાવ વધારો :ગુજરાત ગેસ પણ ભાવ વધારો કરવાની તૈયારીમાં |
(પ્રતિનિધિ) અમદાવાદ: વૈશ્વિક કારણોસર ક્રુડના ભાવોમાં ઉછાળો આવતા જ દેશભરમાં પેટ્રો પેદાશોના ભાવમાં વધારો થવાની દહેશત સેવાઈ રહી છે મોંઘવારીમાં નાગરિકો પર વધુને વધુ બોજા પડી રહયો છે આ પરિÂસ્થતિમાં અમદાવાદ શહેરમાં અદાણી ગેસ દ્વારા પીએનજીમાં રૂ.ર અને સીએનજીમાં રૂ.૧નો વધારો રાતોરાત ઝીંકી દેવામાં આવ્યો છે જેના પગલે પીએનજીનો ભાવ રૂ.ર૬.ર૪ અને સીએનજીનો ભાવ રૂ.પપ.૯પ પર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકવાની તૈયારી કરી રહયુ છે.
આ અંગેની વિગત એવી છે કે ખાડી દેશોમાં સર્જાયેલી અરાજકર્તાના પગલે પેટ્રો પેદાશોમાં ભાવવધારો થવાની દહેશત સેવાઈ રહી છે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની ચીમકી આપી દીધી છે ઈરાને અમેરિકાનું એક ડ્રોન વિમાન તોડી પાડયા બાદ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપી દીધો હતો જાકે ગઈકાલે રાત્રે હુમલો નહી કરવા જણાવતા હાલ સ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે.
જાકે કોઈપણ સમયે અમેરિકા હુમલો કરે તેવી સ્થિતિ સર્જાઈ છે જા તેમ થશે તો ક્રુડના ભાવમાં અસામાન્ય ઉછાળો આવશે અન્ય ખાડી દેશોમાં હાલમાં વૈશ્વિક કારણોસર ક્રુડના ભાવમાં ઉછાળો આવેલો છે જેની સીધી અસર ભારતીય ઓઈલ કંપનીઓ પર પડી રહી છે.
લોકસભાની ચૂંટણી પત્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટ જાવા મળી રહી છે. જાકે હજુ સુધી કોઈ તોતીંગ વધારો કરવામાં આવ્યો નથી જેના પરિણામે નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો વર્તમાન સ્થિતિનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓની મીટિંગ બોલાવી છે અને તેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શકયતા છે એક બાજુ દેશમાં મોંઘવારી સામે પગલા ભરવા માટે કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે.
ત્યારે બીજીબાજુ અમદાવાદ શહેરમાં અદાણી દ્વારા પુરો પાડવામાં આવતા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા અમદાવાદ શહેરમાં પાઈપલાઈન દ્વારા ઘરે ઘરે પીએનજી ગેસ પુરો પાડવામાં આવી રહયો છે અદાણી દ્વારા પીએનજીમાં અચાનક રૂ.ર નો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેના પરિણામે પીએનજીનો ભાવ હવે કિલોએ રૂ.ર૬.ર૪ થઈ ગયો છે પીએનજીમાં થયેલા ભાવ વધારાની સીધી અસર પાઈપલાઈન દ્વારા રાંધણગેસ મેળવતા તમામ પરિવારો પર પડવાની છે.
આ ઉપરાંત વાહનોમાં સીએનજીનો ઉપયોગ થઈ રહયો છે ત્યારે અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પણ કિલોએ રૂ.૧નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેના પગલે હવે સીએનજીનો ભાવ રૂ.પપ.૯પ એ પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં સીએનજી સસ્તો હોવાથી તથા પ્રદુષણ નિયંત્રણ માટે સીએનજીનો ઉપયોગ વાહન ચાલકો કરવા લાગ્યા છે પરંતુ હવે સીએનજીનો ભાવ પણ રૂ.પપની સપાટી કુદાવી દેતા વાહનચાલકો પર અસહ્ય મોંઘવારીમાં વધુ એક બોજા પડયો છે.
ખાસ કરીને સીએનજી રીક્ષાચાલકોમાં આ ભાવ વધારાથી અસંતોષ જાવા મળી રહયો છે. સીએનજીના ભાવ વધારાથી હવે રીક્ષાચાલકો પણ ભાડા વધારાની માંગ કરશે તેવુ મનાઈ રહયું છે. અદાણી ગેસે રાતોરાત પીએનજી અને સીએનજીમાં ભાવ વધારો ઝીંકી દેતા અન્ય ગેસ કંપનીઓ પણ ભાવવધારો કરવાની તૈયારીમાં છે. ગુજરાત ગેસ પણ અદાણીના પગલે ભાવ વધારો કરવાની તૈયારી કરી રહયુ છે અને ટુંક સમયમાં આ વધારો જાહેર કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.