Western Times News

Gujarati News

પ્રવાસીઓએ રનવે પાસે બેસીને ભોજન આરોગતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા

અસુવિધા ટાળવા એરપોર્ટ પર વોર રૂમ બનાવાશે

(એજન્સી)નવી દિલ્હી, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે નજીકના ભવિષ્યમાં મુસાફરોની મુશ્કેલ પરિસ્થિતિને ઓછી કરવા માટે એરલાઇન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ) જારી કરી હતી. અગાઉ, સિંધિયાએ કહ્યું હતું કે હવામાનને કારણે ફ્લાઇટ રદ અને વિલંબને પગલે અસુવિધા ઘટાડવા માટે ડીજીસીએ એરલાઇન્સ માટે વધુ સારા સંચાર અને મુસાફરોની સુવિધા માટે એક એસપીઓ જારી કરશે.

દિલ્હીમાં ધુમ્મસના કારણે હવાઈ સેવા ખોરવાઈ હતી. મુંબઈ એરપોર્ટ ઉપર ઈન્ડિગોની ફ્લાઈટને રોકી રાખવામાં આવતાં જ પ્રવાસીઓએ ફ્લાઈટની નીચે રનવેની પાસે બેસીને ભોજન આરોગતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી અને ઈન્ડિગોને નોટિસ પાઠવી છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ વચ્ચે, એરલાઇન્સને તેમની ફ્લાઇટ્‌સ ડાયવર્ટ કરવા અથવા વિલંબિત કરવાની ફરજ પડી રહી છે. આના કારણે મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે એરલાઇન્સને ‘નજીકના ભવિષ્યમાં પરિસ્થિતિને હળવી કરવા’ માટે માનક ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી હતી.

સિંધિયાએ લોકોને ખાતરી પણ આપી હતી કે ધુમ્મસ સંબંધિત અસરને ઘટાડવા માટે તમામ હિતધારકો ૨૪ કલાક કામ કરી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘એક્સ’ (અગાઉનું Âટ્‌વટર) પર પોસ્ટ કર્યું અને લખ્યું, ‘ધુમ્મસના કારણે થતા વિક્ષેપોને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની અસુવિધા ઘટાડવા માટે, ગઈકાલે તમામ એરલાઈન્સને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસપીઓ) જારી કરવામાં આવી હતી.’

તમામ ૬ મેટ્રો એરપોર્ટ માટે દરરોજ ત્રણ વખત ઘટનાની રિપો‹ટગ માંગવામાં આવી છે. એસપીઓઅને સીએઆરનું નિયમિતપણે નિરીક્ષણ અને રિપોર્ટ કરવામાં આવશે.એરપોર્ટ પર ‘વોર રૂમ’ બનાવવામાં આવશે. ૬ મેટ્રો એરપોર્ટ પર એરલાઇન ઓપરેટરોને મુસાફરોની અસુવિધા અંગેની કોઈપણ સમસ્યાના તાત્કાલિક ઉકેલવા માટે કહેવામાં આવ્યું છે.

સીઆએસએફની ઉપલબ્ધતા ૨૪ કલાક સુનિશ્ચિત કરવામાં આવશે. આરડબલ્યુવાય ૧૦/૨૮ને દિલ્હી એરપોર્ટ પર સીએટી-૩ તરીકે રિ-કાર્પેટિંગ પછી પણ ચલાવવામાં આવશે. અગાઉ, સિંધિયાએ કહ્યું હતું કે ‘ગઈકાલે, દિલ્હીમાં ધુમ્મસ અને દૃશ્યતાના અભાવને ધ્યાનમાં રાખીને, અધિકારીઓને થોડા સમય માટે કેટ-૩ રનવે પર કામગીરી રોકવાની ફરજ પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.