Western Times News

Gujarati News

વોટ્‌સએપની ક્લોન એપનો શિકાર બની રહ્યા છે અસંખ્ય ભારતીય યુઝર્સ

નવી દિલ્હી, ભારત વોટ્‌સએપનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાં લગભગ ૫૦ કરોડ યૂઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. આ સાથે જ ભારત પણ એવા દેશોમાં સામેલ છે, જ્યાં એન્ડ્રોઈડ ટ્રોજન ડિટેક્શનની સંખ્યા સૌથી વધુ છે. આ દરમિયાન લોકપ્રિય વોટ્‌સએપનું યો વોટ્‌સએપ નામનું એક નવું મોલેશિયસ વર્ઝન સામે આવ્યું છે.

તેનો ઉપયોગ ભારત અને અન્ય દેશોના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પહેલા વોટ્‌સએપનું ક્લોન થર્ડ પાર્ટી અનઓફિશિયલ વર્ઝન સામે આવ્યું હતું.

જે લોકોના ચેટની જાસૂસી કરી રહ્યું હતું. રિપોર્ટ્‌સ અનુસાર, આ એપ યૂઝર્સને કેટલાક એવા ફિચર્સ આપે છે, જે તેની ઓફિશિયલ એપમાં નથી મળતા.

સાયબર સિક્યોરિટી કંપની કેસ્પરસ્કીનું કહેવું છે કે છેલ્લા બે મહિનામાં ૩,૬૦૦થી વધુ લોકો આ મેલેશિયસ વર્ઝનનો શિકાર બન્યા છે. રશિયા સ્થિત Kesperskyનું કહેવું છે કે તેના સંશોધકે YoWhatsAppની શોધ કરી છે. વોટ્‌સએપના નવા મેલેશિયસ વર્ઝનને એક એવા વેરિઅન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં એવા ફીચર્સ છે, જે કંપનીની ઓફિશ્યલ એપ્લિકેશનમાં પણ જાેવા મળતા નથી.

સાયબર સિક્યોરિટી કંપનીનું કહેવું છે કે આ મોડ ‘ટ્રાયડા મોબાઇલ ટ્રોજન’ ફેલાવે છે. તે અન્ય ટ્રોજન ડાઉનલોડ કરી શકે છે, પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ ઇશ્યૂ કરી શકે છે અને વોટ્‌સએપ એકાઉન્ટ્‌સ ચોરી શકે છે.

Kesperskyનું કહેવું છે કે, છેલ્લા બે મહિનામાં ૩૬૦૦થી વધુ યુઝર્સ મોબાઈલ ટ્રોજનથી પ્રભાવિત થયા છે અને આ યુઝર્સમાં સૌથી વધુ ભારત, રશિયા, બ્રાઝીલ, મેક્સિકો અને ઈન્ડોનેશિયાના લોકો સામેલ છે. આ એપની જાહેરાત સ્નેપટ્યૂબ એપ્લિકેશનમાં કરવામાં આવે છે અને તેનું ડિસ્ટ્રીબ્યૂશન વિડમેટ દ્વારા પણ કરવામાં આવે છે.

આ બંને એપ યૂટ્યૂબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી વિડીયો ડાઉનલોડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કઇ રીતે યુઝર્સ બને છે આ વર્ઝનનો શિકારઃ અમુક યુઝર્સ વધારે ફીચર્સની લાલચમાં એવા વોટ્‌સએપ મોડ ડાઉનલોડ કરી લે છે જે તેમને મૂળ એપ્લિકેશન કરતા વધુ ફીચર્સ આપે છે. તેમાં કસ્ટમ બેકગ્રાઉન્ડ અને ચેટ માટે ફોન્ટ, બલ્ક મેસેજીંગ અને પાસવર્ડ પ્રોટેક્ટેડ લોગિન સામેલ છે.

આવા વપરાશકર્તાઓને નથી લાગતું કે મોડ્‌સ મેલેશિયસ હોઈ શકે છે. તેઓ સ્નેપટ્યૂબ તેમજ વિડમેટ એપ્લિકેશનમાં મેલેશિયસ વોટ્‌સએપમોડની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. કારણ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. સ્નેપટ્યૂબ એપ્લિકેશન જાહેરાતો એવું લાગે છે કે જાણે વપરાશકર્તાઓને વોટ્‌સએપથી કોઈ જાેખમ નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.