યુવક-યુવતીએ એક-બીજાના હાથ દુપટ્ટાથી બાંધી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

AI Image
યુવતીના હાથ ઉપર પ્રિયાંશી લખ્યું હતું, પોલીસે બંનેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવોમાં વધાર થયો છે. દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપરથી એક યુગલે એક-બીજાના હાથ બાંધીને નદીમાં મોતની છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું હતું. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા યુવકે ગળા ઉપર બ્લેડ ફેરવી આત્મહત્યા કરવા માટેનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. પતિપત્ની વચ્ચે ઘરકંકાસ થતો હોવાથી યુવકે આત્મહત્યા કરવાનું પગલું ઉઠાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી આનુસાર અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ખાનપુર પાસેથી એક યુવક-યુવતીએ સાબરમતી નદીમાં મોતની છલંગા લગાવી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યાં હતા આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસને સ્થળ પરથી એક બેગ મળી હતી.
તેમજ યુવતીના ડાબા હાથ ટેટુ અને પ્રિયાંશી લખેલું હતું. યુવત-યુવતીએ એક-બીજાના હાથ બાંધીને નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેથી આ યુગલ પ્રેમીપંખીડા હવાનું જાણવા મળે છે. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ તેમની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી. તેમજ તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
દરમિયાન પંચમહાલ જિલ્લામાં હાલોલના બાસ્કા ગામે ભાડાના મકાનમાં રહેતા મહારાષ્ટ્રના યુવાને પત્ની સાથેના ઘરકંકાસને કારણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝારખંડની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકની નોકરી કેટલાક સમયથી છૂટી ગઈ હતી.
પત્ની નોકરી કરતી હતી પરંતુ પતિની નોકરી છૂટી ગઈ હોવાને કારણે ઘરમાં કંકાસ થતો હતો. જેને પગલે રવિવારે બપોરે યુવકે ગળા ઉપર બ્લેડ ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. હાલોલ તાલુકા પોલીસે આ મામલે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.