નારાયણ સાઇ પાસેથી ભરણપોષણની બાકી રકમ લેવા પત્નીની કોર્ટમાં અરજી
ઇન્દોર, જેલની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાઇની પત્નીએ પતિ પાસેથી ભરણપોષણની બાકી રકમ લેવા મેળવવા ઇન્દોરની ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.
બળાત્કારના કેસમાં નારાયણ સાઇ સુરતની જેલમાં સજા ભોગવી રહ્યો છે. ફેમિલી કોર્ટે ૨૦૧૮માં તેને ઇન્દોરમાં રહેતી પત્ની જાનકી હરપલાનીને દર મહિને ભરણપોષણ પેટે રૂ.૫૦,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યાે હતો.
જોકે, જાનકીના વકીલ વંદના પરિહારે જણાવ્યું હતું કે, સાઇએ સાત વર્ષથી ભરણપોષણ ચૂકવ્યું નથી અને બાકી રકમ રૂ.૫૩ લાખે પહોંચી છે. તેમણે કહ્યું હતું કે, “અમે ફેમિલી કોર્ટમાં લેખિત દલીલો રજૂ કરી છે.
નારાયણ સાઇ જેલમાં હોવાથી અમે ફેમિલી કોર્ટને પતિની સ્થાવર અને જંગમ મિલકતની હરાજી દ્વારા અથવા તેને જપ્ત કરવા અથવા મિલકતને પત્નીના નામે ટ્રાન્સફર કરી બાકી રકમની ચૂકવણી કરવા જણાવ્યું છે.” કેસની આગામી સુનાવણી ૨૯ જાન્યુઆરીએ કરાશે.SS1MS