અતિવૃષ્ટિથી નુક્સાનને લઈ ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
બનાસકાંઠા, વીમાના નામે કંપનીઓ ખેડૂતો પાસેથી નાણાં તો વસૂલતી હોય છે. પણ જ્યારે વળતર ચુકવવાનો સમય આવે ત્યારે હાથ ઊંચા કરી દેતી હોય છે. પણ, આવા જ એક કિસ્સામાં આખરે ૬ વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો છે. બાજરી ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને વ્યાજ સાથે નુક્સાન વળતર મળશે.
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં આઠ હજાર સાતસો બાસઠ જેટલાં ખેડૂતોએ પાક વીમો લઈને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો બાજરીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો. તો ક્યાંક વરસાદ ન પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.
પાક નિષ્ફળ જતા ખેડૂતોએ વીમા કંપની પાસે વળતરની માંગ કરી હતી. પણ, પહેલાં તો વીમા કંપનીએ નાણાં ચુકવવા આના-કાની કરી. ત્યારબાદ માત્ર નુકસાનીનું ૧૦ ટકા વળતર ચુકવવા તૈયાર થઈ. આખરે, બનાસકાંઠાની સેવા સહકારી મંડળીએ ખેડૂતોના હક માટે લડત ચલાવવાનું નક્કી કર્યું હતુ.
આખરે, ૬ વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો છે અને ૯ ટકાના સાદા વ્યાજ સાથે કુલ ૧૧ કરોડ રૂપિયા ખેડૂતોને મળશે. આ માટે વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે. જેમાં ખેડૂતોને નુકસાનીના ૩૫ ટકા રકમ વળતર પેટે મળશે.
આ ર્નિણયથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર છે. જાે કે તેમની એક જ માંગ છે કે આ રકમ હવે સમયસર તેમના ખાતામાં જમા થઈ જાય. SS3SS