ચેક રીટર્નના બે કેસમાં આરોપીઓને બે વર્ષની સજાનો હુકમ કરતી કોર્ટ
ફરિયાદીને રૂપિયા ચૂકવવામાં ન આવે તો વધુ સજાનો આદેશ પણ કરાયા
અંકલેશ્વર, અંકલેશ્વરની કોર્ટ દ્વારા ચેક રીટર્નના બે જુદા જુદા કેસમાં આરોપીને સજાનો હુકમ કર્યો હતો. અને જાે કોર્ટ દ્વારા આપેલી મુદતમાં ફરીયાદીને રૂપિયા નહી ચુકવી શકે તો વધુ સજાનો હુકમ કોર્ટે કોર્યયો હતો.
અંકલેશ્વરના અંબે ગ્રીન સોસાયટીમાં રહેતા મનીષકુમાર પુષ્પવંદન કાપડીયાએ પારીવારીક સંબંધ ધરાવતા અજમત શાહીદે શેખને રૂપિયાનો જરૂર પડતા તેઓએ રૂપિયા ૧.પ૦ લાખ આપ્યા હતા. જાેકે સમયમર્યાદામાં આ રૂપિયા અજમાવતા શાહીદ શેખ મનીષ કાપડીયાને પરત ચુકવી શકયા.
નહોતા અને અજમત શેખે આપેલો ચેક રીટર્ન ફરતા આખરે મનીષ કાપડીયાએ પોતાના એડવોકેટ સમીર વકાણી મારફતે અંકલેશ્વરની કોર્ટમાં ફરીયાદ દર્જ કરાવી હતી. જે કેસ ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ વિજય મકવાણાની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વવકીલ સમીર વકાણીની દલીલોને કોર્ટે માન્ય રાખીને આરોપી
અજમત શાહીદ શેખને બે વર્ષની કેદ તેમજ બે મહીનામાં ફરીયાદીને રૂપિયા ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. જ આ સમય મર્યાદામાં આરોપી ફરીયાદીને રૂપિયા નહી ચુકવી શકે તો વધુ ૩ માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો. આરોપી કોર્ટમાં હાજર ન હોય કોર્ટે તેમને સામે વોરંટ ઈસ્યુ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જયારે અન્ય એક ચેક રીર્ટનના કેસમાં ફરીયાદી અજમલ જબ્બાર મેમણ અંકલેશ્વરએ મિત્ર જીતેન્દ્રકુમારએ દલુુભાઈ પટેલ રહેવાસી બી-૮ શ્રીરામનગર સોસાયટી અંકલેશ્વરને બીઝનેસ માટે રૂપિયા ૪ લાખ આપ્યા હતા અને જે રકમ જીતેન્દ્ર પટેલ અજમલ મેમણને પરત ચુકવી શકયા નહોતા જયારે તેમને આપેલ ચેક પરત કર્યો હતો.
આ અંગે અજમલ મેમણ દ્વારા એડવોકેટ સમીર વકાણી મારફતે કોર્ટમાં ફરીયાદ દર્જ કરાવી હતી જે કેસ ત્રીજા એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ વિજય મકવાણાની કોર્ટમાં ચાલી જતા અને એડવોકેટ સમીર વકાણીની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને જીતેન્દ્ર પટેલને એક વર્ષની સજા તેમજ એક મહીનામાં ફરીયાદીને રૂપિયા ૪ લાખ ચુકવવી આપવાનો હુકમ કર્યો હતો.
જાે આ સમય મર્યાદામાં આરોપી રૂપિયા ચુકવીન શકે તો વધુ વધુ ૩ માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો.ે