Western Times News

Gujarati News

બ્રિટનના હિથ્રો એરપોર્ટ પર જુલાઈમાં મુસાફરોની સંખ્યામાં 88% ઘટી

લંડન: દુનિયામાં અતિ વ્યસ્ત ગણાંતાં બ્રિટનના હિથ્રો એરપોર્ટએ મંગળવારે એરપોર્ટ્સ પર COVID-19 રોગચાળાને કારણે તેમજ મુસાફરી પર ચાલી રહેલા પ્રતિબંધોને કારણે જુલાઈમાં મુસાફરોની સંખ્યામાં 88% ઘટી ગઈ હતી,  યુકેની અર્થવ્યવસ્થાને જેને કારણે મુશ્કેલી અનુભવી રહી છે.

Click link to download full Western Times (Ahmedabad English) epaper

હિથ્રો, જે સ્પેનના ફેરરોવિયલ, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને ચાઇના ઈન્વેસ્ટમેન્ટ કોર્પ સહિતના રોકાણકારોના જૂથની માલિકી ધરાવે છે, તેમણે કહ્યું હતું કે હિથ્રોના રૂટનું 60% નેટવર્ક બંધ રહ્યું છે, તેમજ મુસાફરોને આગમન પર 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવું પડે છે.

મહિનાઓનાં તાળાબંધી પછી હજારો બ્રિટનો વિદેશમાં રજાઓ ગાળી રહ્યા હતા. છતાં, સરકારે સ્પેન, લક્ઝમબર્ગ, બેલ્જિયમ, બહામાસથી આવતાં મુસાફરોને કોરન્ટાઈન કરવાની સલાહ આપી છે.  ગયા અઠવાડિયે નાણામંત્રી  સુનાકે કહ્યું હતું કે ફ્રાન્સ પણ તેમાં શામેલ થઈ શકે છે, સરકાર તેની કોરન્ટાઈનની સૂચિમાં વધુ દેશોને ઉમેરવામાં અચકાશે નહીં. જેના કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે.

જો કે, હિથ્રોનું માનવું છે કે મુસાફરોનું એરપોર્ટ પરીક્ષણ યુકેની આર્થિક પુન  પ્રાપ્તિમાં મદદ માટે રૂટ્સને સુરક્ષિત રીતે રાખી શકે છે અને અન્યને ફરીથી પ્રારંભ કરી શકે છે. “હજારો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. કારણ કે બ્રિટન યુ.એસ., કેનેડા અને સિંગાપોર જેવા નિર્ણાયક બજારો સાથે સંકળાયેલું છે,” હિથ્રોના સીઈઓ જ્હોન હોલેન્ડ-કેએ જણાવ્યું હતું.

“સરકાર વધુ જોખમ ધરાવતા દેશો સાથે સંપર્ક ફરીથી બનાવીને પરીક્ષણ રજૂ કરીને નોકરીઓને બચાવી શકે છે, જ્યારે લોકોને COVID ના બીજા તબક્કાથી સુરક્ષિત રાખવા માટે એરપોર્ટ પર પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.