Covid-૧૯ મુદ્દે CIAના દાવાથી ખળભળાટ મચ્યો

ડ્રેગનની ઊંઘ હરામ થતાં કર્યાે ખુલાસો
રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના ફેલાવા માટે કોઈ પ્રાણી જવાબદાર નથી, પરંતુ ચીનની લેબોરેટરીમાં લીક થયેલ વાયરસ જવાબદાર છે
વોશિંગ્ટન,
અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ તાજેતરમાં ચોંકાવનારો દાવો કર્યાે છે. કોરોના મહામારીને લઈ હંમેશાં ચીન પર સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં સીઆઈએએ કરેલા નવા રિપોર્ટમાં કોરોના વાઈરસ ફેલાવા માટે ચીન પર કળશ ઢોળવામાં આવ્યો છે.સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ બાઈડેન પ્રશાસનના આદેશ અન્વયે રિપોર્ટ તૈયાર કર્યાે હતો. આ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ચીનની લેબોરેટરીમાંથી વાઈરસ ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે, એજન્સીએ એના મુદ્દે કોઈ નક્કર પુરાવાઓ આપ્યા નથી અને નક્કર રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા કરી નથી.સીઆઈએએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના ફેલાવા માટે કોઈ પ્રાણી જવાબદાર નથી, પરંતુ ચીનની લેબોરેટરીમાં લીક થયેલ વાયરસ જવાબદાર છે. એજન્સી વતીથી જણાવાયું છે કે આ વાયરસ કુદરતી રીતે ફેલાવવાની સંભાવના ઓછી છે, કારણ કે રિસર્ચ વખતે કરવામાં આવેલી ભૂલને કારણે મહામારી ફેલાઈ છે. ચીને અગાઉ પણ આ દાવાને ફગાવ્યો હતો, જ્યારે સ્પષ્ટતા કરી હતી કે કોરોના લેબમાંથી ફેલાયો નથી.ss1