ગાયોને વાહન અકસ્માતથી બચાવવા ગળામાં રેડિયમવાળા પટ્ટા બાંધી સલામતી બક્ષી
(પ્રતિનિધિ) મોડાસા, ઇડર બજારના ઠેર ઠેર સરિયામ હાઇવે ઉપર ઉપર ફરતી ગાયોને અકસ્માતથી બચાવવા તમામ ગાયોના ગાળામાં રેડિયમવાળા પટ્ટા બાંધી દેવાયા હતા ,આ રેડિયમ પટ્ટાથી.
ગાયો વધુ સુરક્ષિત બની છે ખાસ કરીને રાત્રીના સમયે વાહનોના અજવાળામાં ગાયો નહીં દેખાતા અકસ્માતોનો ભય રહેતો હોય છે અને આવા પશુઓના મોત થાય કે ઈજાગ્રસ્ત થવાના બનતા બનાવીને લઈને ગંભીરપુરા જીવદયા ટીમના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ઓરમાર અને ટીમને આ સંવેદનશીલ ઉપાય સૂઝ્યો અને તાત્કાલિક અમલમાં પણ મૂકી દેવામાં આવ્યો .
ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ઇડરમાં ગાયો નું જીવન બચાવા બીડું ઝડપીને દરેક ગાયને ગળે રેડિયમવાળા પટ્ટા બાધવામાં આવ્યા હતા. અને રાતના જુદા જુદા વાહનોના લાઈટમાં નહીં દેખાતી ગાયો સાથે થતા અકસ્માતો અટકાવવા અને ગાયોને સલામતી બક્ષવા હાથ ધરેલું ગંભરપુરા જીવદયા ટીમના આ માનવીય અને સંવેદનશીલ પગલાંની ચોફર પ્રશંસા થઈ રહી છે
ગંભીરપુરા જીવદયા ટીમ વધુ માં વધુ અબોલા જીવો નું તથા નિરાધાર પરિવારની સેવા કરી શકે એ માટે જીવદયા ટીમ નો સંપર્ક નંબર ૯૯૨૫૬૫૦૬૦૬. આપવામાં આવ્યો છે.