Western Times News

Gujarati News

૪૦ કરોડમાં વેચાઈ ગાય, ખેડૂત થયો માલામાલ

નવી દિલ્હી, જો કોઈ તમને પૂછે કે સૌથી મોંઘી ગાયની કિંમત કેટલી હશે? તો કદાચ તમે ૫ લાખ કે ૧૦ લાખ કહેશો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક ગાય ૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ છે. હા, રૂ. ૪૦ કરોડ. એટલું જ નહીં, ભારત સાથે તેનું ગાઢ જોડાણ છે. તેની ખાસિયતો જાણીને તમને પણ આશ્ચર્ય થશે. પ્રાણીઓની હરાજીની દુનિયામાં આ એક નવો રેકોર્ડ છે. આ ગાય આંધ્ર પ્રદેશના નેલ્લોરની છે.

તે વિયાટિના-૧૯ એફઆઇવી મારા ઇમોવિસ નામથી ઓળખાય છે. બ્રાઝિલમાં એક હરાજી દરમિયાન આ ગાયની કિંમત ૪.૮ મિલિયન યુએસ ડોલર હતી, જે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ ૪૦ કરોડ રૂપિયા બરાબર છે. આ સાથે તે વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાતી ગાય બની ગઈ છે.

પશુઓની હરાજીના ઇતિહાસમાં આ વેચાણ એક સીમાચિહ્નરૂપ બની ગયું છે. રેશમી સફેદ ફર અને ખભા પર વિશિષ્ટ બલ્બસ હમ્પ ધરાવતી આ ગાય મૂળ ભારતની છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગાયનું નામ નેલ્લોર જિલ્લાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

બ્રાઝિલમાં આ જાતિની ખૂબ માંગ છે. આ જાતિને વૈજ્ઞાનિક રીતે બોસ ઈન્ડીકસ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર, તે ભારતના આેંગોલ પશુઓની વંશજ છે, જે તેની શક્તિ માટે જાણીતી છે. ખાસ વાત એ છે કે તે પોતાની જાતને પર્યાવરણ પ્રમાણે અપનાવે છે.

આ પ્રજાતિને ૧૮૬૮માં વહાણ દ્વારા પ્રથમ વખત બ્રાઝિલ મોકલવામાં આવી હતી. ૧૯૬૦ના દાયકામાં ઘણી વધુ ગાયોને અહીં લઇ જવામાં આવી હતી. ઓન્ગોલ જાતિના પશુઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ ગરમ તાપમાનમાં પણ જીવી શકે છે.

કારણ કે તેમનું મેટાબોલિઝમ ઘણું સારું છે. આમાં કોઈપણ પ્રકારનો ચેપ લાગતો નથી. બ્રાઝિલમાં ખૂબ જ ગરમી છે, તેથી આ ગાય ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ બ્રીડને જેનેટિકલી રીતે વધુ વિકસિત કરાઇ છે. આનાથી એવું સંતાન થવાની આશા છે, જે તેના કરતાં પણ શ્રેષ્ઠ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.