ગાયની ચોરી કરી કતલ કરનાર ૬ ઈસમો ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ તાલુકાના એકસાલ ગામના પશુપાલકની ગર્ભવતી ગાય અજાણયા ઈસમોએ ગાયને લઈ જઈ નજીકના શંખવાડ ગામની સીમમાં લઈ જઈ ગૌહત્યા કરનાર ૬ આરોપીઓને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અને આરોપી પાસેથી કતલ કરવાના હથિયારો પણ કબ્જે કર્યા હતા.ઘટનાના પગલે ગામમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હોય તેમ ગામના ઘણા લોકો મકાન ને તાળાબંધી કરી રફુ ચક્કર થતા ગામ સુમસાન બન્યું હતું.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ૧ લી નવેમ્બર ૨૦૨૪ માં કમલેશ બકોરભાઈ આહીરે ફરિયાદ આપી હતી કે ૩૦મી ઓકટોબરના રોજ તેમની એક કાળી સફેદ કલરની ગાય જેની કિંમત રૂ.૨૦ હજાર લઈને પાણીની નહેર ક્રોસ કરાવતા પગમાં ઈજા થતાં ગાયથી ચલાતુ ન હોય અને તે ગાભણી હોય જેથી એક્સલ ગામની સીમમાં ગુંદાના ઝાડ સાથે દોરડા વડે બાંધી હતી.
ત્યાર બાદ બીજા દિવસે સવારે ત્યાં જતા તે મળી આવેલી ન હતી.જેની સીમમાં તથા સીમની આજુ બાજુ ગાયની શોધખોળ કરતા મળી ન હતી.આ જાણવા જોગ ફરિયાદને આધારે પીઆઈ પી.ડી.ઝણકાટે ગંભીરતાથી લઈને ટીમની મદદથી શોધખોળ શરુ કરી હતી.આ દરમ્યાન નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા ગાયને કેટલાક અજાણ્યા ઈસમો ગાયને લઈ જતા નજરે પડયા હતા.
સીસીટીવીમાં દેખાતા ઈસમોની પૂછપરછ કરતા તેમને ગાયને શંખવાડ ગામના ખેતરમાં લઈ જઈ ગૌમાંસ વેચી નાખ્યું હોવાનું કબુલતા આખરે પોલીસે શંખવાડ ગામના શરીફ ઉર્ફે સરફરાજ ગુલામભાઈ મન્સુરી, વસીમ ઉસ્માન મન્સુરી,મુબારક હૈદર મન્સુરી, સોહેબ સોકત મન્સુરી, રિઝવાન અબ્દુલ મન્સુરી
અને અજય ઉર્ફે બન્કી લક્ષ્મણભાઈ રાઠોડને ઝડપી પાડી કતલ કરવાના મોટા ૧ છરો, ૨ ચપ્પા,૧ કુહાડી,૧ નાનો છરો અને ૧ કાપવાના ગોળ લાકડાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની સામે વિવિધ કલમો લગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી હતી.
ઘટના બાદ એકસાલ ગામના સરપંચ સહીત હિન્દૂ સંગઠનો જયશ્રી રામના નારા સાથે મેદાનમાં ઉતર્યા હતા અને ગાયની કતલ કરનારાઓ ને ખુલ્લી ચીમકી આપી હતી કે હવે પછી આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો જેવી રીતે ગાયનું કતલ થયું હશે તેવી હાલત કરવામાં આવશે
તેવી ચીમકી સાથે સમગ્ર ઘટનામાં પોલીસની તપાસ બાદ પણ શંખવાડ ગામના ઘણા લોકો પોતાના મકાનોને તાળા બંધી કરી રફુ ચક્કર થઈ જતા સમગ્ર ગામ કર્ફ્યુમાં ફેરવાય ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.