CPM જનરલ સેક્રેટરીના પુત્રનું કોરોનાથી નિધન થયું
નવી દિલ્હી: સીપીએમ જનરલ સેક્રેટરી સિતારામ યેચૂરીના મોટા પુત્ર આશિષ યેચૂરીનું ગુરુવારે સવારે કોરોનાથી નિધન થયું છે. આશિષની ગુરુગ્રામની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. કોરોના સંક્રમિત થાય બાદ ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલ ખાતે તેની સારવાર ચલી રહી હતી. આ પહેલી તેમને હોલી ફેમિલી હૉસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાંથી અહીં ખસેડાયા હતા. પરિવારના નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે આશિષની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો.
જાેકે, બે અઠવાડિયાની લડત બાદ ગુરુવારે વહેલી સવારે ૫ઃ૩૦ વાગ્યે તેનું કોરોનાથી નિધન થયું હતું. આશિષની ઉંમર ૩૪ વર્ષ છે અને તેઓ નવી દિલ્હી ખાતેના એક ન્યૂઝ પેપરમાં કોપી એડિટર તરીકે ફરજ બજાવતા હતા. સિતારામ યેયૂરીએ ટ્વીટ કરીને તેમના મોટા પુત્રના નિધનની માહિતી આપી હતી. હાલ તેઓ હોમ ક્વૉરન્ટીન છે. આ સાથે જ તેમણે તેમના પુત્રની સારવાર કરનાર ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સહિત મુશ્કેલ ઘડીમાં પરિવારની પડખે ઊભા રહેનારા તમામ લોકોનો આભાર માન્યો હતો.
કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી ડૉક્ટર એ.કે. વાલિયાનું કોરોનાથી નિધન થયું છે. તેમની દિલ્હીની એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. તેમને થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ડૉક્ટર વાલિયાનું આખું નામ ડૉક્ટર અશોક કુમાર વાલિયા હતું. તેઓએ ૧૯૯૩થી કાૅંગ્રેસ પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. દેશમાં કોરોનાથી હાલત ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસ દરરોજ નવાં નવાં રેકોર્ડ તોડી રહ્યો છે. બુધવારે દેશમાં ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના નવા ૩ લાખ ૧૫ હજાર ૪૭૮ કેસ નોંધાયા છે. કોરોનાની શરૂઆત બાદ એક દિવસમાં નોંધાયેલા વિશ્વમાં આ સૌથી વધારે કેસ છે. આ પહેલા એક દિવસમાં સૌથી વધારે સંક્રમિતનો રેકોર્ડ અમેરિકાના નામે હતો. અમેરિકામાં આઠમી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ૩,૦૭,૫૭૦ સંક્રમિત મળ્યા હતા. હવે આ મામલે ભારત સૌથી આગળ નીકળી ગયું છે.