5000ના નજીવા રોકાણ સાથે આકર્ષક અને ઈનોવેટિવ પેપર બેગ્સ બનાવવાની શરૂઆત કરી હતી આ મહિલાએ
એક ઈકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ આવતીકાલને હરિયાળી બનાવે છેઃ રીના રાઠોડનું ફ્લોરા પેપરબેગ્સ-રિડ્યુસ, રિયુઝ અને રિઈમેજિનઃ 11 એપ્રિલે એમેઝોનના કારીગર મેળામાં ટકાઉ ખરીદી
રીના રાઠોડ પોતાની કુશળ કલાકારોની ટીમ સાથે પેપર બેગ્સ અર્થાત કાગળમાંથી થેલી બનાવવાની પ્રતિભાને સતત આગળ વધારતાં પૃથ્વી માટે ઉજ્જવળ ટકાઉ હરિયાળુ ભવિષ્ય બનાવવાના ઉદ્દેશને વેગ આપી રહ્યા છે. એમેઝોન જેવા સશક્ત બજારની મદદથી રીનાની રચનાઓએ ઉડાન ભરી છે. આ વર્ષે એમેઝોનનો કારીગર મેળો, “થ્રિવિંગ સસ્ટેનેબિલિટી વિથ હેન્ડમેડ” થીમ આધારિત છે. જે રીનાના વિઝનને સંરેખિત છે. Crafting a Greener Tomorrow, One Eco-Friendly Bag at a Time: Reena Rathod’s Vision with Flora Paperbags.
ઈકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસની ઉજવણી કરતા અને કારીગર-કલાકાર સમુદાયોને સશક્ત બનાવતી આ ઈવેન્ટમાં રીના પ્રેરણાનો સ્રોત બની છે. અથાગ જુસ્સો ધરાવતી રીનાની કહાની હસ્તકળાની પરિવર્તનશીલ શક્તિ ઉપરાંત, પ્રત્યેકમાં ક્ષમતા રહેલી હોવાનો પુરાવો આપે છે.
ફ્લોરા પેપરબેગ્સ આકર્ષક શરૂઆત સાથે એક સમૃદ્ધ એન્ટરપ્રાઇઝમાં તબદીલ થયુ છે. આજે, તેમની ઉત્કૃષ્ટ કલાકારી જન્મદિવસો અને લગ્નોથી લઈને વૈવિધ્યપૂર્ણ ડિઝાઇન સુધીના પ્રસંગોમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવે છે. તેના પ્રત્યેક પીસમાં કારીગરોના કૌશલ્ય અને પ્રતિભા રજૂ કરે છે.
એમેઝોનના એફબીએ અને ઇઝી શિપ પ્રોગ્રામ્સના સમર્થન સાથે બેંગ્લુરૂ, દિલ્હી, મુંબઈ, કર્ણાટક જેવા મોટા શહેરોના ગ્રાહકોને આકર્ષી પહોંચ સમગ્ર ભારતમાં વિસ્તારી છે. તેમની પહોંચ સમગ્ર ભારતમાં વિસ્તારી છે. માત્ર બે વર્ષમાં પાંચ ગણો ગ્રોથ નોંધાવ્યો છે.
એક બેગ કરતાં પણ વિશેષઃ સંકલિત પ્રયાસ
રીનાનો ઉદ્યોગ સાહસિકતાનો જુસ્સો મહામારીના કપરાં કાળમાં ખીલ્યો હતો. માત્ર રૂ. 5000ના નજીવા રોકાણ સાથે આકર્ષક અને ઈનોવેટિવ પેપર બેગ્સ બનાવવાની શરૂઆત કરી હતી. કારીગરોની મદદ લેવા તેમના ટીચર્સ હાટની મદદથી સર્જનાત્મકતાના માર્ગે આગળ વધ્યા હતા.
ઓનલાઈન ટ્યુટોરિયલ્સ દ્વારા પ્રેરિત થઈ ઈકો-ફ્રેન્ડલી પેપર બેગ બનાવવાનું શીક્યા બાદ આ નવી સફરની શરૂઆત કરી હતી. ફ્લોરા પેપરબેગ્સ બ્રાન્ડથી કરેલી શરૂઆત કારીગરોને સશક્ત બનાવવાની સાથે પર્યાવરણને સુરક્ષિત રાખવાના વિઝનને અનુસરે છે.
ફ્લોરા પેપરબેગ્સ 16 મહિલાઓની એક ટીમ ધરાવે છે, દરેક તેમની યુનિક સ્કીલ અને દ્રષ્ટિકોણને અમલમાં મુકે છે. આ કલાકારો-કારીગરો ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવ્યા છે. જે એક સાથે મળી આકર્ષક અને ફંક્શનલ પેપર બેગ્સનું નિર્માણ કરે છે.
પ્રત્યેક બેગ્સ અદ્ધભૂત કારીગરોનો ઉત્તમ નમૂનો છે. તે ભારતના વારસાને પણ પ્રતિબિંબ કરે છે. ફ્લોરા પેપરબેગ્સનો મુખ્ય ઉદ્દેશ ટકાઉપણાનો છે. રીનાની આ બેગ્સ માત્ર સ્ટાઈલિશ જ નહિં, પરંતુ પ્રત્યેકને પારંપારિક પેપર પ્રોડક્ટ્સ અપનાવવાની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરી રહી છે. પ્રત્યેક ક્રિએશન બ્રાન્ડની પર્યાવરણને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા સાથે કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
ભવિષ્ય માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ
રીના રાઠોડની કહાની કારીગરોને પ્રોત્સાહન આપેછે. તેમજ હસ્તકળાની સુંદરતાને વિશ્વ સુધી પહોંચ બનાવવાની ક્ષમતાને ઉજાગર કરે છે. સર્જનાત્મકતા, સમુદાયો અને હરિયાળા પર્યાવરણ વચ્ચે સેતુ બાંધી વધુને વધુ લોકોને જોડે છે. આ હસ્તકળાની પ્રોડક્ટ્સ સમાજને નવો ટકાઉ વિકલ્પ અપનાવવા પ્રેરિત કરે છે. જે ગ્રાહકોના મન પર નવી છાપ ઉભી કરતાં વપરાશમાં પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.