ઓલપાડની કીમ પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
હાંસોટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત સી.આર.સી. કક્ષાનો વિજ્ઞાન મેળો ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમ દ્વારા અત્રેની કીમ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. કુલ પાંચ વિભાગમાં યોજાયેલ આ વિજ્ઞાનમેળામાં કીમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં બાળકોએ સાત કૃતિઓ રજૂ કરી હતી. જે પૈકી વિભાગવાર પાંચ કૃતિઓ શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી. જે આ મુજબ છે.
વિભાગ-૧ સ્પીડ બ્રેકર દ્વારા ઉર્જા (શિવાજીનગર પ્રાથમિક શાળા), વિભાગ-૨ સૌર સિંચાઈ પદ્ધતિ (આશિયાનાનગર પ્રાથમિક શાળા), વિભાગ -૩ ખાદ્ય સામગ્રી ગોળી (કઠોદરા પ્રાથમિક શાળા), વિભાગ -૪ પરિવહન (કીમ પ્રાથમિક શાળા), વિભાગ -૫ મેજીક બોક્ષ (કુડસદ પ્રાથમિક શાળા) આ કૃતિઓ આગામી તાલુકા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ભાગ લેશે.
તમામ બાળ વૈજ્ઞાનિકોને સી.આર.સી. કો-ઓર્ડિનેટર આકાશ પટેલે પ્રમાણપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતાં. અંતમાં કીમનાં કેન્દ્રશિક્ષક દિનેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.