છ નકલી પેઢીઓ બનાવી અને રૂ. ૩૪.૨૩ કરોડની જીએસટીની છેતરપિંડી કરી
રાયપુર, છત્તીસગઢના રાયપુરમાં ૩૪.૨૩ કરોડ રૂપિયાની જીએસટીની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝની ટીમે એક આરોપીની ધરપકડ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે છત્તીસગઢમાં અત્યાર સુધીમાં ૧૯ ટેક્સ ચોરી કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે.એજન્સી અનુસાર, આરોપીઓએ છત્તીસગઢના રાયપુર શહેરમાં ૩૪.૨૩ કરોડ રૂપિયાની નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે નકલી કંપનીઓ બનાવી હતી.
સીજીએસટીના કર્મચારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૬ નકલી કંપનીઓનો ખુલાસો થયો હતો. આ તમામ પેઢીઓ કોઈપણ માલની સપ્લાય કર્યા વગર નકલી ઈનવોઈસ તૈયાર કરતી હતી.જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે રાયપુરના રહેવાસી બાદલ ગૌર નામના વ્યક્તિએ આ નકલી કંપનીઓ બનાવી હતી.
આ આખું નેટવર્ક બનાવવા પાછળ તે મુખ્ય સૂત્રધાર હતો. તેણે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે તેણે નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે નકલી પેઢીઓ બનાવી હતી.આરોપી બાદલ ગૌરે રૂ. ૨૯.૧૩ કરોડની નકલી ક્રેડિટ લેવા અને અન્ય કેટલાક લોકોને રૂ. ૩૪.૨૩ કરોડ આપ્યાનું સ્વીકાર્યું છે.
આરોપી બાદલ ગૌરની ધરપકડ કર્યા બાદ ટીમે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યાે હતો, જ્યાંથી તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે જીએસટી વિભાગે છત્તીસગઢમાં અત્યાર સુધીમાં ૧૯ ટેક્સ ચોરી કરનારાઓની ધરપકડ કરી છે.SS1MS