અમદાવાદમાં એરેના એનિમેશન દ્વારા સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન ‘ક્રિએટિવ હન્ટ’ શોનું આયોજન કરાયું
અમદાવાદ, ગ્રાફિક,એનિમેશન, ગેમિંગ શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી અને બાહુબલી એવા “એરેના એનિમેશન” અમદાવાદ (ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, મણિનગર) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન ‘ક્રિએટિવ હન્ટ’ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. A work competition and presentation ‘Creative Hunt’ show was organized for students by Arena Animation in Ahmedabad.
આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલ ઇન્ડસ્ટ્રી એટલે એનિમેશન, વીએફએક્સ, ગ્રાફિક ડિઝાઇન અને કોમિક્સ. હાલ સરકારે કહ્યું છે કે છફય્ઝ્ર સેક્ટર આગામી ૧૦ વર્ષમાં ૨૦ લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દાયકામાં આ ક્ષેત્ર ૧૬ થી ૧૭% વૃદ્ધિ દર સાક્ષી બનશે. ભારતમાં એનિમેશન, ગ્રાફિક્સ,વીએફએક્સ, કોમિક ઉદ્યોગને સોળે કળાએ ખીલવવામાં એરેના એનિમેશનનો (ન્યૂ રાણીપ, વસ્ત્રાપુર, મણિનગર) ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે.
જેઓ છેલ્લાં બે દાયકાથી ગ્રાફિક,એનિમેશન, ગેમિંગ ઇન્ડસ્ટ્રી માં વિદ્યાર્થી ઓ ને ઉચ્ચ કક્ષા નું ભણતર આપી રહ્યાં છે અને આ ઇન્ડસ્ટ્રી ને ખુબ મોટું યોગદાન આપેલ છે
એરેના એનિમેશન દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવ્યું છે “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”, જેમાં દરેક સ્ટુડન્ટ્સ એ તેમનું વર્ક પ્રેઝન્ટ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું.