સટ્ટામાં 52 લાખનું દેવું થતાં પતિએ લાખો રૂપિયા લઈ પત્નીને કાઢી મૂકી
પતિએ સાળી અને પત્ની પાસેથી ૯ લાખ લીધા, ૧૧ તોલા દાગીના ગિરવે મૂકાયા
(એજન્સી)અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતી સુરતમાં ફોટોશુટ મોડેલિંગનું કામ કરતી હતી ત્યારે તેને સ્ટુડિયો માલિક સાથે પ્રેમ થતાં બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિએ છ લાખ રૂપિયા માંગતા યુવતીએ હોમલોન પર ટોપઅપ લોન કરાવીને મદદ કરી હતી,
પણ બાદમાં તેનો પતિ ક્રિકેટ સટ્ટામાં પર લાખ હારી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી સાસરિયાઓએ યુવતીને કાઢી મૂકતા સમાધાન કરીને પરત લાવ્યા ત્યારે તેના પતિએ સાળી પાસેથી છ લાખ અને પત્નીના ૧૧ તોલા દાગીના લઈને ગિરવે મૂકયા હતા. દરમિયાન સાસરિયાઓએ યુવતી પર જબરદસ્તીથી લગ્ન અને અપહરણનદ આક્ષેપ કરતાં આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ સુરતની ર૮ વર્ષીય યુવજતી હાલ ઘાટલોડિયામાં તેની બહેનના સાસરે રહે છે. આ યુવતી વર્ષ ર૦૧પમાં સુરત ખાતે ફોટશુટ મોડેલિંગનું કામ કરતી હતી ત્યારે યોટો સ્ટુડિયોના માલિક સાથે તેને પ્રેમ સબંધ બંધાતા બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં યુવતીના પતિએ છ લાખની જરૂર હોવાનું કહેતા યુવતીએ હોમલોન પર ટોપઅપ લોન કરાવીને પતિને છ લાખની મદદ કરી હતી.
થોડા સમય બાદ બન્નેના લગ્ન બાબતે પરિવારજનોને જાણ થતાં તે લોકોની હાજરીમાં લગ્ન કરાવ્યા હતા. લગ્નના ત્રણ માસ બાદ પરિણીતાના મામા સસરા ખરાબ દાનત રાખતા હતા. આ વાત તેણે પતિને કરતાં પતિએ મામાનો પક્ષ લઈને ગાળાગાળી કરીને યુવતીને મારી હતી. એક દિવસ પતિ પત્ની ફિલ્મ જોવા ગયા હતા ત્યારે તેનો પતિ ફોન કરી કોઈ સાથે ગાળાગાળી કરતો હતો જેથી ફોન બાબતે પૂછતા પતિ પર લાખ ક્રિકેટ સટ્ટામાં હારી ગયો હોવાનું સામે આવ્યું હતું સાથે જ પતિ નશાની લતે ચઢી ગયો હતો.
પરિણીતાએ આ બાબતે તેના સાસુ-સસરાને કરતા તે લોકોએ તેમનો દિકરો લુખ્ખો થઈ ગયો હોવાથી તું છોડી દે અને અહીં આવતી નહીં તેમ કહીને યુવતીને પિયરમાં મૂકી આવ્યા હતા. યુવતીને પતિ સાથે રહેવું હોવાથી તે પરત પતિ પાસે જતાં તેના સાસરિયાઓએ આક્ષેપો કરીને માર મારતા મામલો વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
બાદમાં સમાધાન કરીને પરિણીતાના પતિએ સાળી પાસે ત્રણ લાખ અને પત્નીના ૧૧ તોલા દાગીના ગિરવે મૂકયા હતા. થોડા સમય બાદ પરિણીતાનો પતિ ઘરેથી ચાલ્યો જતા તેના પરિવારજનોએ યુવતી પર જબરદસ્તીથી લગ્ન કરવાનો અને અપહરણનો આક્ષેપ મૂકયો હતો.