Western Times News

Gujarati News

ક્રિકેટ સટ્ટામાં દુબઈ,સિંગાપુર અને હોંગકોંગનું કનેક્શન ખુલ્યું

ડમી કંપની બનાવીને આરોપી રૂપિયાની હેરાફેરી કરતા હતા, સટ્ટાનો આંકડો ૧ હજાર ૮૦૦ કરોડથી વધીને ૫ હજાર કરોડ સુધી પહોંચ્યો હતો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાંથી ઝડપાયેલા સટ્ટાકાંડ મામલે ખુલાસો થયો છે. અમદાવાદમાં ૨૦૨૦થી ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો જેમાં વેબસાઈટ પર ચાલતા ક્રિકેટ સટ્ટામાં દુબઈ,સિંગાપુર અને હોંગકોંગનું કનેક્શન સામે આવ્યું છે અને એ સાથે સટ્ટાકાંડમાં દુબઈના હરસિત જૈન નામના બુકીનું નામ પણ ખૂલ્યું છે.

અમદાવાદ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટ મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પર રેડ પાડવામાં આવી હતી. હાલ પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસિસ થઈ રહ્યું છે. આ સાથે જ દુબઈ સુધીના તાર સામે આવવાથી ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતને આ વિશે જાણ કરવામાં આવશે.

દુબઈના હરસિત જૈન નામના બુકીનું નામ સામે આવતા એમ પણ જાણવા મળ્યું છે કે ભારતના બુકીઓને દુબઈથી આ વિશે તાલીમ મળતી હતી અને કોર્પોરેટની જેમ ક્રિકેટ સટ્ટાના રૂપિયાનું ટ્રાન્જેક્શન થતું હતું. આ સાથે જ ડમી કંપની બનાવીને આરોપી રૂપિયાની હેરાફેરી કરતા હતા સટ્ટાનો આંકડો ૧ હજાર ૮૦૦ કરોડથી વધીને ૫ હજાર કરોડ સુધી પહોંચ્યા હતા.

આ સાથે જ નામચીન બુકી રાકેશ રાજદેવ સુધીના તાર બાબતની તપાસ કરાશે અને એ માટે ફોરેન્સિક એક્સપર્ટ, સીએ અને બેન્ક એક્સપર્ટની તપાસ માટે મદદ લેવામાં આવશે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ સ્કેમ મહાદેવ એજન્સીના એમપીના બુકી સૌરભ ચંદ્રનાગર ઉર્ફે મહાદેવ થકી ચાલતું હતુ અને આ ઇન્ટરનેશનલ કૌભાંડ ફ્રેન્ચાઇઝ બેઝ ચલાવવામાં આવતું હતું.

આ સિવાય વોન્ટેડ બુકી મહાદેવ પાસે ૫૦ થી ૬૦ લોકોની એનાલિસિસ ટિમ હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ટિમ દુબઇ બેઝ હોવાનું સામે આવ્યું છે, જેમાં ૫ કરોડમાં નોન રીફન્ડેબલ એક ફ્રેન્ચાઇઝ બુકી મહાદેવ વેચતો હતો.

જણાવી દઈએ કે બધા આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ કરાશે. સાથે જ અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં પણ તપાસ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ મની ટ્રાન્ઝેક્શન કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે

અને આ કેસના તપાસ માટે સીટ બનવવામાં આવી છે જેમાં ૨ પીઆઈ, પીએસઆઈ, સીએ અને લીગલ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આ સાથે જ એવું જણાવ મળ્યું છે કે પકડાયેલ ૪ મુખ્ય આરોપીઓએ દુબઇમાં ટેક્નિકલ ટ્રેઇનિંગ મેળવી હતી. છેલ્લા વર્ષોમાં ૨ વર્ષમાં ૧૦ હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે એ વેપારીઓ મારફતે પણ રૂપિયાનું ટ્રાન્જેક્શન થતું હતું, જેમાં સામે આવ્યું છે કે જીએસટી અને કસ્ટમથી બચવા વેપારીઓનું નેટવર્ક ખુલ્યું હતું અને બુકીઓ અને વેપારીઓ વચ્ચે આ વિશે સમજૂતી પણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.