હોટેલ સ્વાગત સમયે આ ક્રિકેટરે તિલક કરાવવાનો ઈનકાર કર્યો
નાગપુર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ નાગપુરના જામઠા ક્રિકેટ સ્ટેડિયમમાં ૯ ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર એક નવી બબાલ શરૂ થઈ છે. બન્યું એવું કે, નાગપુર પહોંચ્યા પછી હોટેલમાં એન્ટ્રી કરતી વખતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. Cricketers Umran Malik and Mohammad Siraj refused to apply Tilak as per Indian culture
જેમાં ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તિલક કરાવવાનો ઈનકાર કરે છે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે હોટેલ સ્ટાફ તરફથી તિલક કરવામાં આવી રહ્યું હતું. વાયરલ વિડીયોને ટિ્વટ કરીને કેટલાક લોકો ભારતીય ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે.
વિડીયોમાં જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોટેલમાં એન્ટ્રી કરે છે ત્યારે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક તિલક કરાવવાની ના પાડી દે છે. એટલું જ નહીં, ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને સપોર્ટ સ્ટાફના સભ્ય હરિ પ્રસાદ મોહન પણ ઈશારામાં તિલક લગાવવાની ના પાડી દે છે.
Cricketers Umran Malik and Mohammad Siraj refused to apply Tilak as per Indian culture.👇#INDvsAUS #HindenburgReport #AdaniScam2023 pic.twitter.com/oRdqsJiTus
— गांव के छोरे (@goankechore) February 4, 2023
આ વાતે હવે વિવાદ છેડાયો છે. કેટલાક લોકો આ મુદ્દાને ધાર્મિક રૂપ આપવાના પ્રયાસમાં છે. લોકોનું કહેવું છે કે, ઉમરાન મલિક અને સિરાજ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે અને એટલે જ તેઓ તિલક કરાવવાની ના પાડી રહ્યા છે. જાેકે, સોશિયલ મીડિયા પર ફક્ત એ ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં સિરાજ અને ઉમરાન તિલક લગાવવાની ના પાડે છે.
વિડીયો આખો જાેશો તો ખ્યાલ આવશે કે વિક્રમ રાઠોર અને હરિ પ્રસાદ મોહન પણ ના પાડી રહ્યા છે. આખો વિડીયો સામે આવ્યા પછી લોકો હવે ઉમરાન અને સિરાજની સાથે વિક્રમ અને હરિને પણ ટ્રોલ કરી રહ્યા છે. જેના જવાબમાં ફેન્સે સિરાજ અને ઉમરાનની ઘાતક બોલિંગના વિડીયો શેર કર્યા છે.
જેમાં આ બંને ખેલાડીઓ નેશનલ ટીમ માટે વિકેટ ઝડપતાં જાેવા મળી રહ્યા છે. સિરાજ વન ડેની દુનિયામાં નંબર વન બોલર છે તો બીજી તરફ ઉમરાન મલિક પણ પ્રતિભાશાળી ખેલાડી છે. વિડીયોમાં હેડ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ દેખાઈ રહ્યા છે.
તેઓ કપાળે ચાંલ્લો કરાવે છે. જાેકે, અહીં સમજવાની વાત એ છે કે, ભારતીય ટીમ એક મોટી સીરીઝની તૈયારી કરી રહી છે એવામાં આ પ્રકારનો વ્યર્થ વિવાદ ઊભો કરવો ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે.