ભાવનગરમાં હીરાના બે ધંધાર્થીને ધમકી આપનાર વેપારી સામે ગુનો
ભાવનગર, ભાવનગરના શામપર- સીદસર ગામે રહેતા અને ભાવનગરના નિર્મળનગરમાં હીરાનો ધંધો કરતા ભાર્ગવભાઈ રમેશભાઈ જેતાણી અને અલ્પેશ ધનજીભાઈ જેતાણી નામના બન્ને વેપારીને નિર્મળનગરના ક્રિસ્ટલ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા નારી ગામના હિરેન વિરજી કોશિયાને રૂ.૩પ લાખના હીરા વેચાણ માટે આપેલા હતા અને તેના રૂ.૧પ લાખ આવ્ય્ હતા.
બાદમાં લોકડાઉન આવી જતા દોેઢેક વર્ષથી બાકીના રૂ.ર૦ લાખ ચુકવવાના બાકી હતા. આથી વેપારી ભાર્ગવભાઈ અને અલ્પેશભાઈ નારીગામે ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે વેપારી હિરેન કોશિયાએ બાકીની રકમ આપવાની ના પાડી હતી અને ધારીયું બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.
આથી અલ્પેશભાઈએ ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાર્ગવની ફરિયાદ પરથી હિરેન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.