પથિક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર બે ગેસ્ટહાઉસ સંચાલક સામે ગુનો નોંધાયો
વીરપુર, સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ વીરપુરમાં અનેક ગેસ્ટ હાઉસ તેમજ હોટલો આવેલી છે પરંતુ અહીંના ગેસ્ટહાઉસ હોટલ સંચાલકો સરકારના જાહેરનામાના નિયમ અનુસાર કોઈપણ નિયમો પાળવામાં આવતા ન હોય રૂરલ એસ.ઓ.જી. પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી પથિક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર બે ગેસ્ટહાઉસ સંચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
ગેસ્ટહાઉસ હોટલ સંચાલકોએ પોતાની હોટલમાં રોકાણ કરતા લોકોનું પથિક એપ સોફટવેર (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈન્ફોર્મેટિકસ)ની અંદર નોંધણી કરાવવાની હોય છે પરંતુ યાત્રાધામ વીરપુરમાં આવેલ અનેક ગેસ્ટહાઉસ હોટલમાં સરકારના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે
સામાન્ય રીતે કોઈ પણ હોટલ કે ગેસ્ટ હાઉસની અંદર આવતા વ્યક્તિઓની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીરપુરની અંદર ગેસ્ટ હાઉસમાં આવતા પ્રેમી પંખીડાઓ પાસે કોઈ પણ પ્રકારની આઈડી તેમજ તેમની માહિતીઓ મેળવવામાં આવતી નથી
અને અહી આવતા અન્ય વ્યક્તિઓ માટેની સેફટી માટે અને સુરક્ષા માટેની પણ ફાયર પાર્કિંગ તેમજ નિયત અને નિયમ અનુસાર કોઈપણ પ્રકારની નિયમોના પાલન પણ કરવામાં આવતું નથી તેવી માહિતીના આધારે ગ્રામ્ય એસઓજીની ટીમ ચેકિગ હાથ ધરી પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી ન કરનાર બે ગેસ્ટ હાઉસ સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.