ગાડીમાં વિદેશી દારૂ સાથે આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા
(પ્રતિનિધી) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી/વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા સુચનાની અમલવારીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા
તથા પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી.ખેડા- નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફ કપડવંજ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. રણજીતસિંહ તથા ચૈતન્યકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે બાલાસિનોરથી ખુમજીના મુવાડા તરફ એક ઇકો ગાડી
જેનો આરટીઓ રજી. નંબર ય્ત્ન ૩૫ ૐ ૩૭૯૨ નો હોય અને જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે જે બાતમી આધારે ખોડીયારપુરા ખાતે ઉપરોક્ત નંબરવાળી ઇકો ગાડીની વૉચમાં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઇકો ગાડી આવતા બેટરીના લાઇટના અજવાળે ઉભી રાખવા ઇશારો કરતા સદર ગાડીનો ચાલક પોતાની
ગાડી સાઇડમાં ઉભી રાખી વાહનના ચાલકને નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ગોવિંદભાઇ ચંદુભાઇ ચૌહાણ રહે,રૈયોલી, પ્રાથમિક શાળા પાસે, તા.બાલાસિનોર જિ.મહિસાગર વાળાના કબ્જા ભોગવટાવાળી પોતાની માલિકીની ઇકો ગાડીમાં વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂના
કુલ કવૉટર નંગ-૪૧૨ મળી પ્રોહી મુદ્દામાલની કુલ કિ.રૂા.૪૧,૨૦૦/- તથા ઇકો ગાડી નંબર ય્ત્ન ૩૫ૐ ૩૭૯૨ કિ.રૂા.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦/- મળી કુલ રૂા.૨,૪૧,૭૦૦/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે મળી આવતા સદર પકડાયેલ ઇસમ (૧) ગોવિંદભાઇ ચંદુભાઇ ચૌહાણ રહે,રૈયોલી, પ્રાથમિક શાળા પાસે, તા.બાલાસિનોર જિ.મહિસાગર તથા ના.કુ આરોપી (૨) મહેન્દ્રસિંહ બાબરસિંહ ખુમજીના મુવાડા તાબે ભુતિયા તા.કપડવંજ જિઃખેડા (૩) ભગવાનલાલ રમણલાલ ડાંગી રહે, ઝંખેલા ખેમલી તા.માવલી જિ.ઉદૈયપુર (રાજસ્થાન) (૪) મનિષભાઇ કમલેશભાઇ મહેરા રહે,કંથારજીના મુવાડા તા.બાલાસિનોર જિ.મહિસાગર વાળો તેમજ તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરુધ્ધ કપડવંજ રૂરલ પો.સ્ટે. પ્રોહિ ધારા મુજબ પો.કો.રણજીતસિંહ બળદેવસિંહ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.