Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાંચે કાલુપુર-લાલ દરવાજા ખાતેથી કુલ 628 ઈ-સિગારેટ જપ્ત કરી: 9.42 લાખ કિંમત

પ્રતિકાત્મક

ક્રાઈમ બ્રાંચ દ્વારા શહેરમાંથી ૯.૪ર લાખની ઈ-સિગારેટનો જંગી જથ્થો જપ્ત

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ચાલતા હુક્કાબાર બંધ થતાં હવે યંગસ્ટર ઈ-સિગારેટ (વેપ) ના રવાડે ચઢ્યા છે. જેના પર રાજ્ય સરકારે વર્ષ ર૦૧૯થી પ્રતિબંધ ફરમાવ્યો છે. રાજ્ય સરકારે મૂકેલા પ્રતિબંધ છતાંય અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઈ-સિગારેટ વેચાય છે. જેના પર પોલીસે લાલ આંખ કરી છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈ કાલે કાલુપુર અને લાલ દરવાજા પાસેથી બે લોકોને ૯.૪ર લાખ રૂપિયાની ઈ-સિગારેટના જથ્થા સાથે ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાંચે પહેલા યુવકને પ૦ ઈ-સિગારેટ સાથે ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ કરતાં વેપારીની દુકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પણ ઈ-સિગારેટ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કાલુપુર ટાવર પાસે રહેતો અઝીમ શેખ પોતાના આર્થિક ફાયદા માટે ઈ-સિગારેટનો જથ્થો વેચવા માટે લાવ્યો છે. લાલ દરવાજા નજીક આવેલી જુમ્મા મસ્જિદની સામે કેઈ જગ્યાએથી ઈ-સિગારેટનો જથ્થો લાવ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અઝીમ શેખની અટકાયત કરી લીધી હતી.

જેની પાસે એક પ્લાસ્ટિકની થેલી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે થેલીમાં જોતાં તેમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે અઝીમ પાસેથી ૭પ૦૦૦ રૂપિયાની પ૦ ઈ-સિગારેટ જપ્ત કરી હતી. ક્રાઈમ બ્રાંચે અઝીમની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે વલંદાની હવેલીમાં અરિહંત કિચના નામની દુકાન આવેલી છે.

મનોજ પાસેથી ઈ-સિગારેટનો જથ્થો લાવ્યો છું. પોલીસે મનોજ મણિયારની દુકાનમાં રેડ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મનોજ મણિયારની દુકાનમાંથી ક્રાઈમ બ્રાંચે પ૭૮ નંબ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યાે હતો. ક્રાઈમ બ્રાંચે બે જગ્યા પર દરોડા પાડીને ૯.૪ર લાખની કિંમતી કુલ ૬૮ર ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યાે છે અને પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ્‌સ એક્ટ ર૦૧૯ની કલમ ૭, ૮ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હુક્કાબાર બંધ થઈ ગયા બાદ પાર્ટીઓમાં ઈ-સિગારેટનું ચલણ વધુ જોવા મળ્યું હતું. જે શરીર માટે હાનિકારક હોવાથી તેને બેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરની મોટાભાગની પાનની દુકાન પર પ૦૦ રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીની ઈ-સિગારેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું હતું. જેના પર પોલીસ અને એજન્સીઓ લાલ આંખ કરી છે.

રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે ડ્રગ્સ, માદક પદાર્થાેના વેચાણ-સંગ્રહ કરનાર વિરૂદ્ધ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે. ઘણા દિવસથી પીસીબી, સ્થાનિક પોલીસ અને એસઓજી, ક્રાઈમ બ્રાંચ ઈ-સિગારેટ વેચતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. વર્ષ ર૦૧૯માં ઈ-સિગારેટનું ચલણ વધી જતાં રાજ્ય સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.