સાંતલપુરમાં પરિવાર અને પોરબંદરમાં પણ ત્રણ મુસ્લિમ યુવાનોનો જીવન ટુંકાવવાનો પ્રયાસ
રાજ્યમાં દિવસને દિવસે ક્રાઈમ રેટ વધતો જાય છે
પોરબંદરમાં પણ ત્રણ મુસ્લિમ યુવાનોએ પણ જીવન ટૂંકવવાનો પ્રયત્ન કર્યો હતો, આ ત્રણેય યુવકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
જુનાગઢ, જુનાગઢના વંથલી તાલુકાના સાંતલપુર ઘાર ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો . પરિવારમાં માતા-પિતા તથા દીકરા દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નિપજ્યું છે. જ્યારે દીકરીની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી સમગ્ર પરિવારે જીવન ટુંકાવવાનો પ્રયાસ કેમ તે અંગેનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. crime rate is increasing day by day in the state
સારવાર લઈ રહેલી દીકરી અત્યારે ગંભીર રીતે અસરગ્રસ્ત છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જાે કે, હજુ સુધી સમગ્ર પરિવારની જીવન ટુંકાવવાનું ચોક્કસ કારણ અકબંધ છે.મળતી માહિતી મુજબ પરિવારના ત્મામ સભ્યોએ વાડીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હાલ ૧૫ વર્ષીય હેપી વિકાસભાઈ દુધાત્રા સારવાર હેઠળ છે, જ્યારે ૪૫ વર્ષીય વિકાસભાઈ દુધાત્રા, ૧૨ વર્ષીય વિકાસ મનન ભાઈ દુધાત્રા અને ૪૫ વર્ષીય હીનાબેન વિકાસભાઈ દુધાત્રાનું દુઃખદ મોત થયુ છે. પોલીસે સમગ્ર બનાવ અંગેની તપાસ શરૂ કરી છે. જાે કે, પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડામાં પરિવારે આ પગલુ ભર્યુ હોવાની પોલીસને જાણકારી મળી છે. જાે કે, સામુહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી.
પોરબંદરમાં પણ ત્રણ મુસ્લિમ યુવાનોએ પણ જીવન ટૂંકવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ત્રણેય યુવકોનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાતથી આઠ લોકો તેમને સમાજમાં ખોટી રીતે બદનામ કરી રહ્યા છે અને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામા આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોને હોસ્પિટલ ખસેડીને સારવાર શરૂ કરાવી હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.ss1