આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી અને ડીનો મોરિયા સામે ગુનો નોંધાયો

નવી દિલ્હી, સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મોતના મામલે પાંચ વર્ષે આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મેનેજર તરીકે કામ કરતી દિશા સાલિયાનનું ૨૦૨૦માં મૃત્યુ થયુ હતું.
દિશાના હત્યારાઓ સુધી પહોંચાવાના બદલે મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આરોપીઓને બચાવવા ઢાંકપિછોડો કર્યાે હોવાના આરોપ છે. ઘટનાના પાંચ વર્ષ બાદ દિશાના પિતાએ નવી ફરિયાદ નોંધાવી છે, જેના પગલે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે, સુરજ પંચોલી, ડીનો મોરિયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દિશા સાલિયાનના પિતાના એડવોકેટ નિલેશ ઓઝાએ દાવો કર્યાે છે કે, તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંઘે દિશાના મોત મામલે ઢાંકપિછોડામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈ પોલીસ કમિશનર કચેરી અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સમક્ષ લેખિત ફરિયાદ આપવામાં આવી છે, જેનો સ્વીકાર છે.
આ ફરિયાદમાં આરોપી તરીકે આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા, સુરજ પંચોલી અને તેનો બોડીગાર્ડ, પરમબીર સિંઘ, સચિન વાઝે અને રીયા ચક્રવર્તીના નામ છે. દિશાના મૃત્યુના કેસમાં મુખ્ય સૂત્રધાર પરમબીર સિંઘ હોવાનો દાવો કરતાં ઓઝાએ જણાવ્યું હતું કે, તેઓ માસ્ટરમાઈન્ડ છે અને તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા પત્રકાર પરિષદમાં ઉપજાવી કાઢેલી હકીકતો રજૂ કરી હતી.
એનસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે, આદિત્ય ઠાકરે ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલો છે અને આ તમામ હકીકતોનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે. દિશાના મોત મામલે નવેસરથી તપાસ હાથ ધરવા અને શિવસેના (ેંમ્્)ના નેતા ઉદ્ધવ ઠાકરેની પૂછપરછ થવી જોઈએ.
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈએ આપેલા ક્લોઝર રિપોર્ટ સંદર્ભે ઓઝાએ દાવો કર્યાે હતો કે, કાયદાની દૃષ્ટિએ આ રિપોર્ટનું કોઈ મૂલ્ય નથી. કોર્ટ હજુ પણ સંજ્ઞાન લઈ આ કેસની વધુ તપાસના આદેશ આપી શકે છે.
અગાઉ આરુષિ તલવારના કેસમાં પણ કોર્ટે ક્લોઝર રિપોર્ટ ફગાવી તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારે સીબીઆઈ દ્વારા કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરાયો છે.SS1MS