ગુનેગારો હવે સાવધાન: દરેક ગુનાની વિગતો થશે સાર્વજનિક
મહિલાઓ- બાળકો પર અત્યાચાર કરતાં પહેલા વિચારજો, પોલીસ પણ ઝડપી કાર્યવાહી સાથે તૈયાર
ગાંધીનગર,દેશમાં કાનૂની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે આવી ગયા છે ત્રણ નવા કાયદા, ચલો જાણીએ શું છે નવા કાયદાઓ અને તેનો સામાન્ય નાગરિકને કેટલો ફાયદો થશે. આ નવા ફોજદારી કાયદાઓ હેઠળ, સમન્સ હવે ઇલેક્ટ્રોનિક રીતે વિતરિત કરી કાનૂની પ્રક્રિયાઓને ઝડપી બનાવવા માટેની કાર્યવાહીઓ શરૂ થઈ ગઇ છે.
પોલીસ તંત્રને પણ ગુનેગારોની માહિતી ફાઇલમાં નહીં તો સિસ્ટમમાં અપડેટ કરવાની રહેશે, જેથી કાગળની કાર્યવાહીમાં પણ ઘટાડો થશે. તેની સાથે સામેલ તમામ પક્ષકારો વચ્ચે અસરકારક વાતચીતને વ્યવસ્થિત જાળવી શકાશે. મહિલાઓ અને બાળકોને આપવામાં આવશે પહેલી પ્રાથમિકતા, જેમાં મહિલાઓના કેસની નોંધણી ઝડપી બનાવી ત્વરિત એક્શન લઇને બે મહિનામાં પ્રાથમિક અહેવાલ પૂર્ણ કરવાનો રહેશે. તેની સાથે પીડિત વ્યક્તિ તેના કેસનું અપડેટ દર ૯૦ દિવસે મેળવવા માટે હકદાર છે.
નવા કાયદાઓ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓનો ભોગ બનેલા લોકોને તમામ હોસ્પિટલોમાં મફત પ્રાથમિક સારવાર કે તબીબી સારવાર જરૂરિયાત મુજબ મળી રહે. આ કાયદા વધુ માં મુશ્કેલ સમયમાં પીડિતોની સુખાકારી અને પુનઃપ્રાÂપ્ત પર ધ્યાન કેન્દ્રિત કરીને આવશ્યક તાત્કાલિક તબીબી સંભાળની બાંયધરી આપે છે.દરમિયાન નવા કાયદામાં મહિલાઓ વિરુદ્ધના ચોક્કસ ગુનાઓ માટે, મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા આદર્શ રીતે પીડિતાના નિવેદનો રેકોર્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
જો અનુપલબ્ધ હોય, તો પુરુષ મેજિસ્ટ્રેટે સ્ત્રીની હાજરીમાં વ્યવસ્થા કરવાની રહેશે, તેની સાથે સંવેદનશીલતા અને ન્યાયીપણાની ખાતરી કરવી અને પીડિતો માટે જરૂરી સહાયક વાતાવરણ ઊભું કરવાનું રહેશે. આ સાથે આરોપી અને પીડિતા બંનેને ૧૪ દિવસની અંદર એફઆરઆઈ, પોલીસ રિપોર્ટ, ચાર્જશીટ , નિવેદનો, કબૂલાત અને અન્ય દસ્તાવેજોની નકલો મેળવવાનો અધિકાર છે . સુનાવણીમાં બિનજરૂરી વિલંબ અટકાવવા અને સમયસર ન્યાય સુનિશ્ચિત કરવા અદાલતો મહત્તમ બે મુલતવી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.