ક્રોમાની લેટેસ્ટ ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’ અભિયાન પ્રસ્તુત કર્યું
આ નવરાત્રિ પર લાભદાયક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ સાથે તમારા સ્વપ્નો સાકાર કરો!!
અમદાવાદ: તહેવારની ખુશીઓ વધારવા ટાટા ગ્રૂપની ભારતની પ્રથમ અને વિશ્વસનિય ઓમ્નિચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ નવરાત્રિની ત્રણ ડિજિટલ ફિલ્મોની સીરિઝ સાથે આ સિઝનના ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’ અભિયાન તથા તમારા સ્વપ્નોની ડિલ્સ અને અતિ આતુરતાપૂર્વક રાહ જોતા એ ઓફર્સ સાથે બમ્પ ફેસ્ટિવલ સેલ પ્રસ્તુત કર્યા છે.
ફેસ્ટિવ સેલ તમામ સ્ટોર્સ અને ક્રોમાનીવેબસાઇટ પર ચાલી રહ્યો છે તથા 5 ઓક્ટોબર, 2022 સુધી ચાલુ છે. આ તમામ પ્રોડક્ટ કેટેગરીઓમાં તેમના મનપસંદ ગેજેટ્સ અને એપ્લાયન્સિસની ખરીદી કરવાની મોટી તક છે, જેમાં લેપ્ટોપ, મોબાઇલ, હોમ એપ્લાયન્સ, ટીવી વગેરે સામેલ છે. અભિયાન ડિજિટલ પ્લેટફોર્મ્સ પર શરૂ થશે, જે પછી ડિજિટલ આઉટડોર અને પ્રિન્ટ માટે વ્યૂહાત્મક મીડિયા યોજનાને અનુસરશે, જેથી ઇચ્છિત અસર ઊભી થાય.
તહેવારની ખુશીઓ અને રોમાંચ વધારવા ક્રોમાએ ત્રણ ડિજિટલ ફિલ્મોની સીરિઝની વિભાવના તૈયાર કરી છે અને એનું નિર્માણ કર્યું છે, જે વેચાણ થયેલી દાંડિયાની ટિકિટો પર લોકોની પ્રતિક્રિયા, પછી રોમાંચ અને ક્રોમા સ્ટોર તેમને ટોપ પંડાલની ટિકિટ ઓફર કરવાની સાથે ખુશ ચહેરા દર્શાવે છે, જેનો ઉદ્દેશ ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ (સ્વપ્નોનો તહેવાર) સાથે તમારા સ્વપ્નોને સાકાર કરવાનો છે.
ડીવીસી રમજપૂર્વક એવી સ્થિતિઓ દર્શાવે છે, જેમાં સલોન્સ સંપૂર્ણપણે બુક હોય છે અને ક્રોમા તેમની મદદ કરવા આવે છે અથવા તેમના ગરબાના પૂરક નાઇટ પાસ મેળવે છે. ફિલ્મનો અંત ખુશ અને આનંદિત ચહેરાઓ સાથે આવે છે, જે એના ગ્રાહકોને તહેવારમાં તેમનું સ્વપ્ન સાકાર થવા માટે ક્રોમા આપે છે.
જ્યારે તમારી સાથે તમારા સ્વપ્નોને સાકાર કરવા અમારી #FestivalOfDreams ડિલ્સ હોય છે, ત્યારે તમને નવરાત્રિની પાર્ટીની મજા માણતા કોઈ રોકતું નથી. ફિલ્મમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે કે, ક્રોમા બ્રાન્ડની મુખ્ય ખાસિયત ગ્રાહકોને ચિંતામુક્ત રીતે ખરીદીનો અનુભવ આપવા અને આજીવન સેવાની ખતારી સાથે તહેવાર પર તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પૂરી કરવા યોગ્ય ઉત્પાદન પસંદ કરવામાં મદદ કરવાનો છે.
નવરાત્રિના આનંદઉમંગને વધારવા ગુજરાતમાં ક્રોમાના સ્ટોર્સ, મુંબઈમાં 7 સ્ટોર્સ અને મધ્યપ્રદેશમાં 6 સ્ટોર્સ દિવસના ટોચના 5 સૌથી વધુ ખરીદી કરનાર ગ્રાહકોને તેમના સંબંધિત વિસ્તારોમાં ટોપ નવરાત્રિ પંડાલના બે પૂરક પાસ આપીને બિરદાવશે. ક્રોમા સ્ટોર્સ એના ગ્રાહકો માટે દાંડિયાઓ સાથે સેલ્ફી સેટ પણ ધરાવે છે.
તહેવારની આ સિઝન વિશે ક્રોમા-ઇન્ફિનિટી રિટેલ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી અવિજિત મિત્રાએ કહ્યું હતું કે, “ક્રોમામાં અમે તહેવારની સિઝનને લઈને રોમાંચિત છીએ તથા સ્વતંત્રતા દિવસ અને ઓણમ પર અમને જે વેચાણ મળ્યું એની જેમ દેશના અન્ય વિસ્તારોમાં આ ટ્રેન્ડને સુસંગત રીતે અહીં પણ 10 ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળશે એવી અપેક્ષા ધરાવીએ છીએ.
સ્પષ્ટ છે કે, અમારા ગ્રાહકો સમગ્ર દેશમાં અમારા તમામ સ્ટોર્સમાં શ્રેષ્ઠ ગેજેટ્સ સાથે અપગ્રેડ થઈ રહ્યાં છે. અમે ઉત્કૃષ્ટ ઓફર્સ અને રોમાંચક ગેજેટ્સ ધરાવીએ છીએ તથા અમે તહેવારના વેચાણમાં અમારા ગ્રાહકોને આનંદદાયક અનુભવ પ્રદાન કરવા અમારો સર્વોચ્ચ પ્રયાસ કરશે.”
આ ઉપરાંત શું? ક્રોમા એપલના ઉત્પાદનો પર આકર્ષક ડિલ્સ ઓફર કરે છે. એપલ આઇફોન 13 મર્યાદિત સમયગાળા માટે ક્રોમામાં રૂ. 51,990થી શરૂ થાય છે. સ્માર્ચવોચિસ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જેમ કે, વેચાણ દરમિયાન એપલ વોચ એસઇની કિંમત રૂ. 19,990થી શરૂ થાય છે!!
ડિસ્કાઉન્ટ સાથે મેગા ઓફર્સ સાથે ડિલમાં 55 ઇંચ સ્માર્ટ એલઇડી ટીવીની કિંમત રૂ. 29,990થી શરૂ થશે, વોશિંગ મશીનની કિંમત રૂ. 6,990થી શરૂ થશે અને સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ દર મહિને રૂ. 4,580થી શરૂ થશે. વનપ્લસ 10આર 5જીની શરૂઆત રૂ. 32,999 થાય છે અને સેમસંગ ગેલેક્સી M53 5જીની કિંમત રૂ. 19,999થી શરૂ થાય છે.
આ તહેવારમાં નવા ફોન ખરીદવા ઇચ્છતી દરેક વ્યક્તિ માટે 5જી સ્માર્ટફોનની કિંમત રૂ. 13,999થી શરૂ થાય છે અને પસંદગીની સ્માર્ટફોન પર રૂ. 4,999ની કિંમત ધરાવતી સ્માર્ટફોન ફ્રી મળશે. ઇન્ટેલ કોર i3 11th જેન લેપ્ટોપની કિંમત રૂ. 30,990થી શરૂ થાય છે. તમામ કેટેગરીઓ ઝીપકેર ઇડબલ્યુ માટે 2 અને 3 વર્ષ ધરાવે છે, જેમાં 10 ટકા ઓફનો લાભ મળશે.
પસંદગીના બેંક કાર્ડ પર ઉપલબ્ધ 10 ટકા તાત્કાલિક ડિસ્કાઉન્ટ મળશે, જેમાં એચએસબીસી, આઇસીઆઇસીઆઈ, એસબીઆઈ, વન કાર્ડ, યસ બેંક વગેરે સામેલ હશે. ઉપરાંત સ્ટોર્સમાં ઉપભોક્તા ધિરાણ પર રૂ. 10,000 કેશબેક પસંદગીના બેંક પર ઉપલબ્ધ થશે.
ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ માટે Croma.com પર ટોચની ડિલ્સ અને ઓફર્સ જુઓ અથવા શ્રેષ્ઠ કિંમત પર ડિલ્સનો લાભ મેળવવા નજીકના સ્ટોરની મુલાકાત લો. તમામ ઓફર્સ શરતો અને નિયમોને આધિન છે.