Western Times News

Gujarati News

ક્રોમાએ 15 ઓક્ટોબર, 2022 સુધી એનું #MyFestiveDream અભિયાન શરૂ કર્યું

#MyFestiveDream

ઇનોવેટિવ ઓફરમાં ક્રોમે ગ્રાહકોને તેમની વિશલિસ્ટ મોકલવા કહ્યું અને ક્રોમા તેમના સ્વપ્નોને સાકાર કરવા વિશેષ કિંમત પ્રદાન કરશે

ઓડિયો ઉત્પાદનો, સ્માર્ટફોન, એક્સેસરીઝ, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર વગેરે પર વ્યક્તિગત આકર્ષક ઓફર્સ

તહેવારની સિઝન નજીક હોવાથી અને દરેક ઉત્સાહમાં હોવાથી ભારતની પ્રથમ અને ટાટા ગ્રૂપની વિશ્વસનિય ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ પહેલી વાર લાખો ઇચ્છાઓ પૂર્ણ કરવા અદ્યતન #MyFestiveDream અભિયાન શરૂ કર્યું છે.

તહેવારનો આનંદ વધારવા ગ્રાહકો ક્રોમા સ્ટોર્સ અને વેબસાઇટ croma.com પરથી ખરીદી કરીને આકર્ષક વ્યક્તિગત ઓફર્સ સાથે તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ખરીદી શકે છે. સ્ટોર્સ અને croma.com ઉપરાંત ગ્રાહકો 7077773333 પર મિસ્ડ કોલ કરી શકે છે, પછી યુઝર્સને એક એસએમએસ મળશે, જેમાં પેજની લિન્ક મળશે.

#MyFestiveDream અભિયાન ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ઓફર્સ પ્રદાન કરે છે, જે તેમની વિશ લિસ્ટને આધારે પ્રસ્તુત કરવામાં આવી છે. ક્રોમા તેના ગ્રાહકોની ઇચ્છાઓ પૂરી કરવાની ખાતરી આપે છે અને અગાઉથી એક્સક્લૂઝિવ ડિલ્સ જીતવાની તક આપે છે. ગ્રાહકો ઓડિયો ઉત્પાદનો, સ્માર્ટફોન્સ, એક્સેસરીઝ, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર્સ, એસી, કિચન એપ્લાયન્સિસ, ગ્રૂમિંગ એન્ડ સ્ટાઇલિંગ ટૂલ્સ જેવી વિવિધ કેટેગરીઓમાંથી તેમની “વિશ લિસ્ટ”નાં ઉત્પાદનોઉમેરીને આ અભિયાનનો લાભ લઈ શકે છે. પછી ગ્રાહકને તેમના ઇમેલ અને એસએમએસમાં પર્સનલાઇઝ ઓફર્સ મળવાની શરૂઆત થશે.

પોતાના ગ્રાહકો માટે પ્રક્રિયા સરળ બનાવવા ક્રોમા તેમના સ્ટોર્સમાં ક્યુઆર કોડ સ્કેનર્સ સાથે પોસ્ટર્સ પણ મૂકશે, જેને #MyFestiveDream campaignના ભાગરૂપે જરૂરી માહિતીઓ આપવા સ્કેન કરી શકશે.

લાર્જ ફોર્મેટ સ્પેશિયાલિસ્ટ ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલરનો ઉદ્દેશ હંમેશા ખરીદીનો સંપૂર્ણ અનુભવ આપવાનો છે અને ગ્રાહકોને તેમના માટે ઉચિત એક્સેસરીઝની પસંદગી કરવામાં મદદરૂપ થવાનો છે. આ અભિયાન દ્વારા ક્રોમાનો ઉદ્દેશ લાખો લોકોના સ્વપ્નોને સાકાર કરીને તહેવારની આ સિઝનમાં કિંમતી ગ્રાહકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો છે.

15 ઓક્ટોબર, 2022 સુધી માન્ય આ ઓફર્સ સાથે ક્રોમા ગ્રાહકોને અગ્રણી બ્રાન્ડ્સની ગેજેટ્સ અને હોમ એપ્લાયન્સિસની સંપૂર્ણ રેન્જમાં આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફરનો લાભ લેવા સક્ષમ બનાવે છે.

તમારા પરિવાર સાથે તહેવારની આ સિઝન માણો તથા ઓડિયો ઉત્પાદનો, સ્માર્ટફોન, એક્સેસરીઝ, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર્સ વગેરેના એક્સક્લૂઝિવ મોડલ્સ સાથે શ્રેષ્ઠ ડિલ્સ કરો, કારણ કે સ્ટોરમાં દરેક માટે કશું છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.