ક્રોમાએ વાપી, બાપુનગર અને સરગાસણમાં નવા સ્ટોર ખોલીને ગુજરાતમાં વિસ્તરણ કર્યું
ક્રોમા બાપુનગર એ ગુજરાતમાં 51મો સ્ટોર છે-સરગાસણ એ ગુજરાતમાં 52મો સ્ટોર છે -વાપી જીઆઈડીસી એ ગુજરાતમાં 55મો સ્ટોર છે
તાતા ગ્રૂપની ભારતની પ્રથમ અને વિશ્વસનીય ઓમ્ની-ચેનલ ઈલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા તેના નવા સ્ટોર્સના પ્રારંભ સાથે ગુજરાતમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે. કંપનીએ અમદાવાદમાં બાપુનગરમાં તેનો 51મો સ્ટોર, સરગાસણમાં 52મો સ્ટોર અને વાપીમાં તેનો 55મો સ્ટોર શરૂ કર્યો છે. Croma rapidly expands in Gujarat with its new stores opening in Vapi, Bapunagar and Sargasan
ક્રોમા શહેરમાં 550થી વધુ બ્રાન્ડ્સમાં 16000થી વધુ પ્રોડક્ટ્સ ઓફર કરતી પ્રથમ રાષ્ટ્રીય અને લાર્જ ફોર્મેટ સ્પેશિયાલિસ્ટ ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર છે. અમદાવાદ એ ગુજરાતનું આર્થિક પાટનગર છે, જ્યાં ફિનટેક, ફાર્મા અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનું પ્રભુત્વ છે. વાપી એક ઔદ્યોગિક નગર છે અને તે ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ધરાવે છે.
બાપુનગરની બહુમતી વસ્તીમાં મોટેભાગે યુવાન બ્લુ કોલર કામદારો અને જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ છે. ક્રોમા સ્ટોર શહેરના મુખ્ય ઇલેક્ટ્રોનિક અને મોબાઇલ માર્કેટની એક બાજુએ છે જે બાપુનગરમાં સ્વામિનારાયણ મંદિરની સામે, વ્હાઈટ હાઉસ ખાતે આવેલો છે.
સરગાસણ એ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે વિકસી રહેલો વિસ્તાર છે, જેમાં મોટાભાગના ગ્રાહકો વ્હાઇટ કોલર જોબવાળા, સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ છે. ક્રોમા સ્ટોર ગાંધીનગર બાયપાસ રોડ પર આશ્કા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની સામે ધ પ્લુટસ ખાતે મુખ્ય રોડ પર આવેલો છે.
વાપીનું અર્થતંત્ર મુખ્યત્વે મોટા, મધ્યમ અને નાના પાયાના ઉત્પાદન એકમો દ્વારા ચાલે છે. આ સ્ટોર મુંબઈ-ગુજરાત નેશનલ હાઈવેથી 800 મીટરના અંતરે આવેલો છે અને પારડી, ઉદવાડા, સંજાણ, ભીલાડ, સિલવાસા અને અતુલ જેવા નજીકના નગરોના ગ્રાહકો સરળતાથી તેનો લાભ લઈ શકે છે.
ક્રોમા બાપુનગર સ્ટોર બે લેવલ્સમાં 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, સરગાસણ બે લેવલ્સમાં 10,040 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે જ્યારે વાપીનો સ્ટોર બે લેવલ્સમાં 8,612 ચોરસ ફૂટમાં પથરાયેલો છે. ગ્રાહકો ટીવી, સ્માર્ટફોન, ડિજિટલ ડિવાઈસીસ, કૂલિંગ સોલ્યુશન્સ, હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ તેમજ ઓડિયો
અને તેને સંબંધિત એસેસરીઝ સહિતની લેટેસ્ટ રેન્જની પ્રોડક્ટ્સ જોઈને ખૂબ જ જાણકાર ક્રોમા નિષ્ણાંતો પાસેથી ખરીદીને લગતી મદદ મેળવી શકે છે. તેઓ ક્રોમાની ખરીદી પછીની સર્વિસીઝ વિશે વધુ જાણી શકે છે અથવા નિષ્ણાંતની સલાહ માટે સ્ટોર એસોસિએટ્સનો સંપર્ક કરી શકે છે.
ક્રોમા ઈન્ફિનિટી રિટેલ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી અવિજિત મિત્રાએ જણાવ્યું હતું કે “બાપુનગર, સરગાસણ અને વાપીમાં નવા સ્ટોર શરૂ કરવા સાથે ગુજરાતમાં અમારા વિસ્તરણ સાથે અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોને નવીનતમ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ, અદ્વિતીય કસ્ટમર સપોર્ટ અને શ્રેષ્ઠ કક્ષાનો
એન્ડ-ટુ-એન્ડ શોપિંગ અનુભવ ઓફર કરવાનું ચાલુ રાખવાનું છે. અમે સમગ્ર ભારતમાં નવા સ્ટોર્સ લોન્ચ કરવાની કામગીરી આગળ ધપાવી રહ્યા છીએ અને ઇલેક્ટ્રોનિક્સ શોપિંગના ખ્યાલને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે croma.com પર વિસ્તરણ કરવાનું ચાલુ રાખીએ છીએ.”
ક્રોમાના બાપુનગર, સરગાસણ અને વાપી ખાતે આવેલા સ્ટોર્સ સાતેય દિવસ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.