ક્રોમાએ ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ અભિયાન સાથે દિવાળીનો આનંદ-ઉત્સાહ બમણો કર્યો
![Croma sparkles your Diwali with Festival of Dreams Campaign](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Croma-Festival-of-Dreams.jpg)
ટીવી, વોશિંગ મશીન, લેપ્ટોપ, સ્માર્ટફોન વગેરે પર શ્રેષ્ઠ ડિલ્સ! ક્રોમાની ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ ઓફર 30 ઓક્ટોબર, 2022 સુધી વેલિડ
~ શ્રેષ્ઠ ડિલ્સ, up to 20% સુધી કેશબેક, 24 મહિના સરળ ઇએમઆઇ ઓફર્સ સ્માર્ટ ટીવી, લેપ્ટોપ, વોશિંગ મશીન, એસી, રેફ્રિજરેટર્સ, સ્માર્ટફોન, એપલ આઇપેડ વગેરે કેટેગરીઓ પર ઉપલબ્ધ ~
ભારત દિવાળીના સૌથી મનપસંદ અને ઉજવતાં તહેવાર માટે સજ્જ હોવાથી ભારતની સૌપ્રથમ અને સૌથી વિશ્વસનિય ઓમ્નિ-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ટાટા ગ્રૂપની ક્રોમાએ દિવાળી માટે વિવિધ લાભદાયક, આકર્ષક ઓફર ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ અભિયાન સાથે પ્રસ્તુત કરી છે, જે દિવાળીમાં તમારો આનંદ અને ઉત્સાહ બમણો કરશે. ઉપભોક્તાઓ 30 ઓક્ટોબર, 2022 સુધી તેમના મનપસંદ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર શ્રેષ્ઠ ડિલ અને ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
આકર્ષક ડિલ્સ સાથે તમારી દિવાળીની ઉજવણીઓનો આનંદ માણો! ગેરેન્ટેડ ઓછી કિંમતો અને ઇલેક્ટ્રોનિક્સની બહોળી રેન્જ સાથે ક્રોમા દિવાળીની પરફેક્ટ ગિફ્ટ ખરીદવા માટે શ્રેષ્ઠ ફેસ્ટિવલ ડેસ્ટિનેશન છે. ગ્રાહકોને વિવિધ બેંક કાર્ડ પર 10 ટકા તાત્કાલિક ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે.
થ્રી-સ્ટાર ફ્રોસ્ટ-ફ્રી ઇન્વર્ટર કન્વર્ટિબ્લ રેફ્રિજરેટર્સ રૂ. 23,990થી શરૂ થાય છે. ઓક્ટોબરમાં ગરમી ઓછી થવાની સાથે વોલ્ટાસ અને સેમસંગ કન્વર્ટિબ્લ એસી તમામ સ્ટોર્સ અને ઓનલાઇન દર મહિને રૂ. 2,999થી શરૂ થાય છે. 6 કિલોગ્રામ ફૂલી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો રૂ. 20,990થી શરૂ થાય છે, તો સેમસંગ 8 કિલોગ્રામ ફૂલી ઓટોમેટિક વોશિંગ મશીન દર મહિને ફક્ત રૂ. 3,333થી શરૂ થાય છે.
સેમસંગ, રિયલમી અને વનપ્લસ જેવી બ્રાન્ડના શ્રેષ્ઠ 5જી સ્માર્ટફોન રૂ. 13,999થી શરૂ થાય છે. એટલું જ નહીં પસંદગીના સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને રૂ. 4,999ની સ્માર્ટવોચ ફ્રી મળે છે!
તહેવારની આ સિઝનમાં ક્રોમા સાથે તમારા લેપ્ટોપને અપગ્રેડ કરવાનું સ્વપ્ન સાકાર કરો, જેમાં 11 જેન ઇન્ટેલ કોર આઇ3 લેપ્ટોપ રૂ. 31,990થી શરૂ થાય છે અને રાયઝેન 3 એએમડી લેપ્ટોપ રૂ. 26,990થી શરૂ થાય છે.
એક દાયકાથી વધારે સમયથી તહેવારની સિઝન દરમિયાન સ્માર્ટફોન્સ અને ટેલીવિઝન સતત બેસ્ટસેલર છે, જે આ કેટેગરીઓમાં ઉપભોક્તાઓ એલઇડી અને ઓએલઇડી સ્ક્રીન્સ જેવી નવી ટેકનોલોજીઓમાં તેમની વચ્ચે સ્ક્રીનમાં અપગ્રેડ કરવા માટે ઝડપથી અદ્યતન ટેકનોલોજીની સ્વીકાર્યતા પર ભાર મૂકે છે
તેમજ સાથે સાથે શ્રેષ્ઠ સોફ્ટવેર ઇન્ટિગ્રેશન અને સંવર્ધિત રિઝોલ્યુશનની પસંદગી વધી રહી છે એ સ્પષ્ટતાપૂર્વક જણાવે છે. વેબ-આધારિત કન્ટેન્ટની વધતી માગને પૂર્ણ કરવા સેમસંગ ક્યુએલઇડી ટીવીની કિંમત દર મહિને રૂ. 1,990થી શરૂ થાય છે. ઉપરાંત ક્રોમા એલઇડી ટીવી પર 5 વર્ષ સુધીની વોરન્ટી પણ ઓફર કરે છે.
તમને હોમ થિયેટરનો અનુભવ ઉમેરવા સાઉન્ડબાર્સની કિંમત રૂ. 2,799થી શરૂ થાય છે, તો બ્લૂટૂથ સ્પીકર્સની કિંમત રૂ. 499થી શરૂ થાય છે અને પાર્ટી સ્પીકર્સની કિંમત ફક્ત રૂ. 2,199થી શરૂ થાય છે.
ક્રોમા વિવિધ કેટેગરીઓમાં પોતાની માલિકીના ઉત્પાદનોમાં લાભદાયક ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે! ક્રોમા 307 લિટર થ્રી-સ્ટાર ફ્રોસ્ટ ફ્રી ઇન્વર્ટર રેફ્રિજરેટર રૂ. 26,990થી શરૂ થાય છે. ક્રોમા ફાયર ટીવી ફક્ત રૂ. 10,990થી શરૂ થાય છે.
આ તહેવારની સિઝન પર ક્રોમા-ઇન્ફિનિટી રિટેલ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી અવિજિત મિત્રાએ કહ્યું હતું કે, “અમે ક્રોમામાં તહેવારની સિઝનને લઈને અતિ આશાવાદી છીએ અને દેશના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં જોવા મળેલા ટ્રેન્ડ સાથે સુસંગત 10 ટકાથી વધારે વૃદ્ધિની અપેક્ષા ધરાવીએ છીએ,
જે અમે સ્વતંત્રતા દિવસે અને ઓણમના વેચાણમાં મેળવી છે. સ્પષ્ટ છે કે, અમારા ગ્રાહકો સમગ્ર દેશમાં અમારા તમામ શ્રેષ્ઠ ગેજેટ્સ સાથે અપગ્રેડ છીએ. અમે કાળજીપૂર્વક અસાધારણ ઓફર્સ ધરાવીએ છીએ અને લાભદાયક ગેજેટ્સ ધરાવીએ છીએ, તથા અમે તહેવારના વેચાણમાં અમારા ગ્રાહકોને આનંદદાયક શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સર્વોચ્ચા પ્રયાસ કરીશું.”
ગ્રાહકોને આવકારવા ક્રોમા સ્ટોર્સે દિવાળીની તહેવારની સિઝનની ઉજવણી કરવા લાઇટ્સ અને સુશોભનોના વિકલ્પો વધાર્યા છે. ક્રોમામાં ગ્રાહકોની ખરીદીનો આનંદ આપવા દિયા બેકડ્રોપ અને ફન પ્રોપ્સ સાથે સેલ્ફી ઝોન ઊભો કરવામાં આવ્યો છે. ઓફર્સ ક્રોમાના તમામ સ્ટોર્સ અને એની વેબસાઇટ www.croma.com પર ઉપલબ્ધ થશે તથા એ શરતો અને નિયમોને આધિન છે.