પાક. પર ભારતની પ્રથમ એર સ્ટ્રાઈક, અક્ષય કુમારે ફિલ્મની કરી જાહેરાત
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક વધુ મુવી માટે તૈયાર છે. તેની આ મુવીનું નામ સ્કાઈ ફોર્સ રાખવામાં આવ્યું છે. ૨ ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે આ મુવીનું અનાઉન્સ કર્યું છે. તેણે વધુમાં કહ્યું કે ફિલ્મની જાહેરાત માટે આનાથી સારો દિવસ કોઈ ના હોય શકે.
અક્ષય કુમારે દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોની શરૂઆત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અયુબ ખાનના નામથી થાય છે અને બેકગ્રાઉન્ડમાં તેનો અવાજ સંભળાય છે. તેઓ કહે છે, “પાકિસ્તાનના ૧૦ કરોડ લોકો ત્યાં સુધી શાંતિથી નહી બેસે જ્યાં સુધી દુશ્મનોના લોકો હંમેશા માટે ચૂપ નહીં થાય. ભારતીય શાસકો કદાચ જાણતા નથી કે તેઓએ ક્યા સમુદાયને પડકાર ફેંક્યો છે.”
વીડિયોમાં જાેવા મળે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રી દેખાય છે. તે એવું કહે છે કે, “ના તલવારની નોક પર, ન એટમ બમ કે ડર સે. કોઈ હમારે દેશ કો ઝુકાના ચાહે, દબાના ચાહે, યે દેશ હમારા દબને વાલા નહીં હૈ.” આગળ લખાણ પણ જાેવા મળે છે કે, ભારતની પહેલી એર સ્ટ્રાઈકની ન સાંભળેલી વાતો.
વીડિયોમાં પાછળ બેકગ્રાઉન્ડમાં જય હિન્દનું મ્યુઝિક સાંભળવા મળે છે. વીડિયો શેર કરતી વખતે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, “આજે ગાંધી-શાસ્ત્રી જયંતિના દિવસે આખો દેશ કહી રહ્યો છે- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. સ્કાય ફોર્સની જાહેરાત કરવા માટે આજથી વધુ સારો દિવસ ન હોઈ શકે, જે આપણા દેશની પ્રથમ એરસ્ટ્રાઈકની અજાણી વાર્તા છે.” તેણે આગળ લખ્યું, “તેને પ્રેમ આપો, જય હિંદ જય ભારત.”આ ફિલ્મ જિયો સ્ટૂડિયોઝના બેનર નીચે બની રહી છે.
આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ કેવલાની અને અભિષેક કપૂર કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૨૦૨૪માં ગાંધીજી અને શાસ્ત્રીના જન્મ જયંતી ૨ ઓક્ટોબરના રોજ રીલીઝ થઈ રહી છે.SS1MS